કપડાની ઓનલાઇન ખરીદીમાં મહિલાઓ કરતા પુરુષો આગળ


ભારતમાં કપડાની ઓનલાઇન શૉપિંગ પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે કરે છે એવી સામાન્ય ધારણા છે પરંતુ  મહિલાઓની સરખામણીમાં પુરુષો ઓનલાઇન શોપિંગ વધારે કરે છે એવું એક માર્કેટ રિસર્ચ કંપનીના સર્વેમાં બહાર આવ્યું છે. ઓનલાઇન શોપિંગ કરવામાં મહિલાઓ પુરુષો કરતા આગળ છે.  કુલ ઉત્પાદનોમાંથી કપડા ઉપરાંત ફૂટવેર,લગેજ  અને ફેશનની એસેસરિઝ જેવી કે વસ્તુઓની ખરીદી ૧૭ થી ૨૩ ટકા જેટલી હોય છે.  

ઇ પરચેજિંગ પર શોપર્સ બિહેવિયર પર થયેલા સ્ટડીમાં મહિલાઓ કપડા ખરીદતા પહેલા ટ્રાયલ કરવાનું પસંદ કરે છે આથી મહિલાઓની સરખામણીમાં પુરુષોની ભાગીદારી ૫૮ ટકા જેટલી છે. પુરુષોની ખરીદારીનો આ ટ્રેન્ડ આઠ મેટ્રો શહેરોનો સમાવેશ થતો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી કિડ્સ કલોથિંગનું ઓનલાઇન બજાર વધ્યું છે જેમાં કપડાની ખરીદીનો કુલ ૫ ટકા હિસ્સો છે. ઓન લાઇન પર દર બીજા વ્યકિત નવો ખરીદાર હોય છે. ઓનલાઇન વેચાણનો સમય રાત્રે ૮ થી ૧૧ વાગ્યા સુધીનો વધારે હોય છે જેમાં માણસ કારોબાર અને નોકરીથી ઘરે આવીને આ કામ કરે છે. આ સમયે મોબાઇલ ફોન, ટેલિવિઝન તથા ઇલેકટ્રોનિક વસ્તુઓની સૌથી વધુ ખરીદારી થાય છે. કુલ ઉત્પાદનોમાં ફેશન સાથે જોડાયેલા ઉત્પાદનો બીજા ક્રમ છે.  વધુ વેચાણનો સૌથી વધુ ૪૮ ટકા હિસ્સો મોબાઇલ ધરાવે છે. 


જો કે પુરુષો પોતાના ક્રેડિટકાર્ડ કે ડેબિટ કાર્ડ પણ પોતાની પત્ની કે ગર્લ ફ્રેન્ડ માટે ઓન લાઇન ખરીદી કરે છે તેનો સમાવેશ થતો નથી. આથી ઓનલાઇન ખરીદીની વાત આવે ત્યારે મહિલાઓ કરતા પુરુષો આગળ છે. પુરુષોને મહિલાઓની જેમ માર્કેટમાં ખૂબજ ફરવાનું ઓછું ફાવે છે, માર્કેટમાં તે પોતાને જોઇતી વસ્તુ પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. જે નથી જોઇતું તે વસ્તું જોવા પાછળ સમય બગાડતા નથી. જયારે મહિલાઓને ઓનલાઇન કરતા ઓફલાઇન શોપિંગમાં વધારે રસ પડે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QinjFD
via Latest Gujarati News

Post a Comment

0 Comments