નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર
પાટનગર નવી દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી પગરખાંની બે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ભોંયતળિયે આવેલી એક ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગેલી આગે બીજી ફેક્ટરીને પણ ઝડપી લીધી હતી.
આ સમાચાર મળતાં તરત લાયબંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આગ લાગી ત્યારે બંને ફેક્ટરીમાં કોઇ વ્યક્તિ નહોતી એટલે જાનહાનિના સમાચાર નથી. જોકે આગ એટલી ભીષણ હતી કે બાવીસ લાયબંબા ત્યાં કામે ચડી ગયા હતા. ત્રણ ચાર જવાનોને ઇજા પણ થઇ હતી.
પાટનગર નવી દિલ્હીની ગ્રહદશા અત્યારે ખરાબ જણાય છે. હજુ તો ચોવીસ કલાક પહેલાં કરાડી વિસ્તારમાં કપડાના એક ગોદામમાં લાગેલી આગે નવ વ્યક્તિને જીવતી જલાવી દીધી હતી . જેમાં એક વડીલ અને સ્ત્રી બાળકોનો સમાવેશ થયો હતો. શોર્ટ સર્કિટથી ભોંયતળિયે લાગેલી આગ જોતજોતાંમાં ઉપલા માળ સુધી પહોંચી ગઇ હતી અને કોઇને નાસવાનો કે જીવ બચાવવાનો સમય સુદ્ધાં મળ્યો નહોતો.
એ પહેલાં સાતમી ડિસેંબરે દિલ્હીના ઝાંસી રાની રોડ પર અનાજની એક બજારમાં વહેલી સવારે લાગેલી આગમાં 43 વ્યક્તિનો ભોગ લેવાયો હતો. આ બધા વહેલી સવારે શાંતિથી ઊંઘતા હતા. એમાંના કોઇને પણ નાસવા બચવાની તક મળી નહોતી. જો કે એમાંના મોટા ભાગના લોકો દાઝવા બળવા કરતાં ધૂમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
Delhi: Fire fighting operations underway at a shoe factory in Narela Industrial area where a broke out earlier today. pic.twitter.com/vOnt81SerM
— ANI (@ANI) December 24, 2019
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Upc0e
via Latest Gujarati News
0 Comments