પશ્વિમ બંગાળમાંથી 'સીએએ, એનઆરસીનો અમલ નહીં'ના પોસ્ટરો હટાવવા હાઈકોર્ટનો આદેશ


(પીટીઆઈ) કોલકાત્તા, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર

પશ્વિમ બંગાળની સરકારને કલકત્તા હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે નાગરિકતા કાયદો અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલી સરકારી જાહેરાતો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી થાય ત્યાં સુધી સરકારે તમામ જાહેરાતો બંધ કરવી પડશે.

પશ્વિમ બંગાળમાં નાગરિકતા સુધાર કાયદો અને એનઆરસી લાગુ નહીં થાય એવી જાહેરાતો પશ્વિમ બંગાળની સરકાર કરતી હતી. હાઈકોર્ટે એ સરકારી જાહેરાતો બંધ કરવાનો સરકારને આદેશ કર્યો છે. એ મુદ્દે આગામી સુનાવણી 9મી જાન્યુઆરીએ થશે. ત્યાં સુધી મમતા બેનર્જીની સરકાર કાયદો ન લાગુ કરવાની એક પણ સરકારી જાહેરાત આપી શકશે નહીં.

હાઈકોર્ટે રાજ્યમાં એનઆરસી અને સીએએ મુદ્દે લો એન્ડ ઓર્ડરની સમીક્ષા કરતી અરજીના સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારે મીડિયા કેમ્પેઈન તુરંત બંધ કરવું પડશે. આગામી સુનાવણી વખતે કોર્ટને યોગ્ય જણાશે તો એની પરવાનગી આપવામાં આવશે એવું પણ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું.

અરજદારે એવો દાવો કર્યો હતો કે નાગરિકતા કાયદો અને એનઆરસીના વિરોધ પાછળ લોકોના પૈસા ખર્ચાઈ રહ્યા છે. કારણ કે સરકાર આ રકમ સરકારી ખજાનામાંથી ખર્ચી રહી છે અને તે યોગ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસની સરકારે આવો ખર્ચ બંધ કરવો જોઈએ એવી માગણી અરજીમાં થઈ હતી.

રેલવેની પ્રોપર્ટીને નુકસાન થવા મુદ્દે અને રાજ્યમાં કાયદો અને વ્યવસૃથાની સિૃથતિની સમીક્ષા મુદ્દે થયેલી આ અરજીની સુનાવણી 9મી જાન્યુઆરીએ થશે. તે પછી જ આ બંને મુદ્દે પશ્વિમ બંગાળની સરકાર મીડિયા કેમ્પેઈન કરી શકશે કે નહીં તે સ્પષ્ટ થશે.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે લોકો આ કાયદાના વિરોધમાં છે અને બધા સામે એ બાબત આવી ગઈ છેકે વડાપ્રધાને  આ અંગે શું કહ્યું હતું. વડાપ્રધાન ખુદ જાહેરમાં ગૃહમંત્રી કરતા અલગ નિવેદન આપી રહ્યા છે એ જ બાબત ઘણું બતાવી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2s3OBaF
via Latest Gujarati News

Post a Comment

0 Comments