દિલ્હીગરાએ ડિસેમ્બરમાં 1,000 કરોડનો શરાબ ગટગટાવ્યો

નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી 2020, ગુરૂવાર

વીતેલા ડિસેંબર માસમાં ઠંડી વધી હોવાના બહાને દિલ્હીવાસીઓએ એક મહિનામાં 1,000 કરોડ રૂપિયાનો શરાબ ગટગટાવ્યો હતો એવો અહેવાલ મળ્યો હતો

રેવેન્યુ વિભાગને પ્રોડક્ટ ડ્યૂટી રૂપે ગયા વર્ષ કરતાં આ વર્ષના ડિસેંબરમાં ખાસ્સી વધુ આવક થઇ હતી. સૌથી વધુ શરાબ 25મી અને 31મી ડિસેંબર વચ્ચે વેચાયો હતો એવું આ અહેવાલમાં જણાવાયું હતું.

આબકારી જકાત વિભાગે જણાવ્યું હતું કે ડિસેંબર માસમાં 1,000 કરોડનો શરાબ એકલા દિલ્હીમાં વેચાયો હતો જેના પગલે સરકારી તિજોરીમાં 465 કરોડ રૂપિયા કરવેરા અને ડ્યૂટી રૂપે જમા થયા હતા. શરાબ પર 48 ટકા સેલ્સ ટેક્સ છે. ગયા વરસે આ જ સમયગાળા દરમિયાન 460 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થયા હતા.

સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે આ વરસે 485 કરોડ સેલ્સ ટેક્સ રૂપે મળવાની ધારણા હતી પરંતુ આ વરસે ડિસેંબરમાં દિલ્હીના 120 ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ વિવિધ કારણો અને આંદોલનોના પગલે બંધ હતા એટલે શરાબનું વેચાણ ધાર્યા મુજબ થયું નહોતું.

વર્ષના અન્ય મહિનાઓમાં આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મહિને 15 કરોડ રૂપિયાનો શરાબ વેચાય છે. ડિસેંબરમાં શરાબનું વેચાણ વધીને 22થી 25 કરોડનું થતું હોય છે. આ વરસે ઠંડી વધુ હોવાથી શરાબ સારા એવા પ્રમાણમાં વેચાયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37qipx4
via Latest Gujarati News

Post a Comment

0 Comments