દિલ્હીના ઉદ્યોગનગરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

નવી દિલ્હી તા.2 જાન્યુઆરી 2020, ગુરૂવાર

પાટનગર નવી દિલ્હીના ઉદ્યોગનગર વિસ્તારના પીરાગઢી ખાતે આવેલી એક ફેક્ટરીમાં આજે ગુરૂવારે ભીષણ આગ લાગી હતી જેને એાલવવા ડઝનબંધ ફાયર એંજિન્સ ધસી ગયા હતા.

આજે સવારે ચાર વાગ્યે લાગેલી આ આગમાં ધડાકો થતાં આખુંય મકાન ધરાશાયી થયું હતું. ફેક્ટરીના કર્મચારીઓ ઉપરાંત ફાયરમેન પણ મકાન પડી જતાં એની નીચે ફસાઇ ગયા હતા. 

આગ બુઝવતી વખતે ધડાકો થયો હતો અને ફેક્ટરીનું મકાન તૂટી પડ્યું હતું. આ લખાતું હતું ત્યારે તૂટી પડેલા મકાન હેઠળ ફસાયેલા લોકોને ઊગારી લેવાની કવાયત ચાલુ હતી.

(સંદેશો અધૂરો હતો)




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ssJZLr
via Latest Gujarati News

Post a Comment

0 Comments