
દુબઇ,તા.19 જાન્યુઆરી 2020 રવિવાર
સેન્ટ્રલ યમનમાં હુથી આતંકવાદીઓએ કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં ૧૦૦ કરતાં વધુ સૈનિકો માર્યા ગયા હતા અને એક સો ઉપરાંત સૈનિકો ઘાયલ થયા હતા, એમ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું. સાઉદી એરેબિયાના નેતૃત્વ હેઠળની સેના અને યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર અને ઇરાનનું પીઠબળ ધરાવતા આતંકીઓ વચ્ચે મહિનાઓ સુધી શાંતિ રહ્યા પછી શનિવારે અચાનક જ હુમલો કરાયો હતો.પાટનગર સનાથી આશરે ૧૭૦ કિમી દૂર મારિબમાં આવેલા લશ્કરી કેમ્પમાં આવેલી મસ્જિદ પર આતંકીઓએ સાંજની નમાઝ દરમિયાન હુમલો કર્યો હતો, એમ સેનાના સૂત્રોએ કહ્યું હતું.
મારિબ શહેરની હોસ્પિટલના સૂત્રો અનુસાર, હુથી આતંકીઓના હુમલા પછી અહીંયા ૧૪૮ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા અને ૧૦૦ મૃતદેહ લાવવામાં આવ્યા હતા. યમનમાં ચાલતી લડાઇના મૃત્યના આંકડાઓ ઘણી વખતે ખોટા પણ હોય છે, પરંતુ મારિબમાં થયેલી ખુવારી ૨૦૧૪માં આતંકીઓએ પાટનગર સના પર કબજો કર્યા પછી બંને જુથો વચ્ચે લડાઇ શરૂ થઇ ત્યાર પછીની સૌથી મોટી ખુવારી હતી.
સનાથી ઉત્તરે નિહમ ક્ષેત્રમાં હુથી આતંકીઓ પર સરકારી સેના દ્વારા કરાયેલી જંગી પાયની કામગીરીના બીજા જ દિવસે આ હુમલો કરાયો હતો.રવિવારે પણ આ હુમલા જારી હતા, એમ સેનાના સૂત્રોએ કહ્યું હતું.
'સરકારી સુરક્ષા દળો દ્વારા કરાયેલા હુમલામાં એકાદ ડઝન હુથી આતંકીઓ માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા'એમ એક સૂત્રે કહ્યું હતું. યમનના પ્રમુખ અબદરરબ્બો મન્સુર હાદીએ મસજિદ પર કરાયેલા આ હુમલાને વખોડી કાઢી કાયરો અને આતંકીઓની હરકત ગણાવી હતી.'હુથી આતંકીઓના હુમલા નિશંકપણ એ જ દર્શાવે છે કે તેઓ શાંતિ ઇચ્છતા જ નથી. તેમને મોત અને વિનાશ સિવાય અન્ય કોઇ વાતની ખબર જ પડતી નથી.આ અત્યંત નિમ્ન કક્ષાનો કાયરભર્યો ઇરાની હુમલો હતો'એમ હાદીએ કહ્યું હતું.આતંકી સંગઠન હુથીઓ એ હુમલાની જવાબદારી લીધાનો સ્વીકાર કર્યો નહતો. સમાચાર એજન્સી સબાએ મૃત્ય આંકડો આપ્યો નહતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘન પ્રતિનીધી માર્ટિન ગ્રીફીથ્સે હવાઇ હુમલામાં થયેલા મોટા ઘટાડેના આવકર્યા પછી હુથી આતંકીઓએ હુમોલ કરેલો.'અમને ખાતરી છે કે અને મને આશા પણ છે કે અહીયા શાંતિ રહેશે. બે જુથો વચ્ચેની લડાઇમાં લાંબા સમય સુધી શાંતિ રહી હતી'એમ તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G8oBOw
via Latest Gujarati News
0 Comments