
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
સળંગ ત્રણ મહિના સુઘી ઘટયા પછી નવેમ્બરમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિ દરમાં વધારો જોવા મળ્યો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરમાં ઉત્પાદન વધવાને કારણે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિ દરમાં વધારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2018માં ઔૈદ્યોગિક ઉત્પાદન 0.2 ટકા હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ)એે જારી કરેલા ડેટા અનુસાર નવેમ્બરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો ઔદ્યોગિક વિકાસ દર 2.7 ટકા રહ્યો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં 0.7 ટકા હતો.
જો કે નવેમ્બર મહિનામાં રોકાણ માટેના બેરોમિટર ગણાતા કેપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં 8.6 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર, 2018માં આ જ સેક્ટરના ઉત્પાદનમાં 4.1 ટકાનો ઘટાડો થયો હતો.
નવેમ્બરમાં કન્ઝ્યુમર ડયુરેબલ સેક્ટરના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એફએમસીજી સેક્ટરના ઉપ્પાદનમાં 2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 2018ના નવેમ્બરના એફએમસીજી સેક્ટરના ઉત્પાદનમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અંગે નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ આંકડાઓથી બજાર અને નીતિ ઘડનારાઓને રાહત મળશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36MyjBS
via Latest Gujarati News
0 Comments