
(પીટીઆઇ) બેઇજિંગ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
2019માં ચીનનો જીડીપી 6.1 ટકા રહ્યો છે. જે 29 વર્ષની નીચલી સપાટી દર્શાવે છે. નબળી ઘરેલુ માગ અને અમેરિકા સાથેના 18 મહિનાથી ચાલતા વેપાર યુદ્ધને કારણે ચીનના જીડીપીમાં ઘટાડો નોંધાયો છે.
નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ(એનબીએસ) દ્વારા આજે ચીનના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ચીન અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી થયાના બે દિવસ પછી ચીનના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
2019માં વિશ્વના બીજા સૌથી મોટા આૃર્થતંત્ર ચીનનો જીડીપી 6.1 ટકા રહ્યો છે. જે 1990 પછીનો સૌથી નીચો છે પણ 6 ટકાના સાયકોલોજિકલ સપોર્ટથી ઉપર રહ્યો છે. 1990માં રાજકીય કટોકટીને પગલે ચીનનો જીડીપી 3.9 ટકા રહ્યો હતો. એનબીએસના જણાવ્યા અનુસાર ચીનની સરકારે 2019માં જીડીપી 6 થી 6.5 ટકા રહેવાનો અંદાજ છે.
2018માં ચીનનો કુલ જીડીપી 13.1 ટ્રિલિયન ડોલર હતું જે 2019માં વધીને 14.38 ટ્રિલિયન ડોલર થયું છે. 2018માં ચીનનો જીડીપી 6.6 ટકા રહ્યો હતો. જે 28 વર્ષની નીચલી સપાટી હતી. 2017માં ચીનનો જીડીપી 6.8 ટકા હતો. એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી ચીનનો જીડીપી સતત ઘટી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીનના પ્રમુખ જિનપિંગે જણાવ્યું હતું કે દેશનોે જીડીપી 6 ટકાથી નીચે ન જવો જોઇએ જો 6 ટકાથી નીચે જશે તો વિશ્વના બીજા સૌથી મોટા આૃર્થતંત્રને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે અમેરિકાએ ચીનની વસ્તુઓ પર નાખેલી ડયુટીને કારણે ચીનના આૃર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
બુધવારે પ્રથમ તબક્કાની વેપાર સમજૂતી પર સહી કર્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બીજા તબક્કાની સમજૂતી થશે નહીં ત્યાં સુધી ચીનની 360 અબજ ડોલરની વસ્તુઓ પર નાખવામાં આવેલી 25 ટકા ડયુટી હટાવવામાં આવશે નહીં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NCP1fL
via Latest Gujarati News
0 Comments