
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
અર્બન કો ઓપરેટિવ બેંન્કોએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં લગભગ એક હજાર કેસમાં રૂપિયા 220 કરોડ ગુમાવ્યા હતા, એમ રિઝર્વ બેન્કે કહ્યું હતું.એક આરટીઆઇના જવાબમાં મધ્યસ્થ બેંન્કે કહ્યું હતું કે વર્ષ 2018-19 દરમિયાન છેતરપિંડીના કુલ 181 કેસ નોંધાયા હતા જેમાં બેન્કોએ રૂપિયા 127.7 કરોડ ગુમાવ્યા હતા.
વર્ષ 2017-18 અને 2016-17માં છેતરપિંડીના કેસોમાં અનુક્રમે 99 અને 27 કેસો નોંધાયા હતા જેમાં રૂ.46.9 અને 9.3 કરોડ ગુમાવ્યા હતા. 2015-16માં 187 કેસોમાં રૂપિયા 17.3 કરોડ અને 2014-15માં 478 કેસોમાં રૂપિયા 19.8 કરોડ ગુમાવ્યા હતા.
2014-15 અને 2018-19 દરમિયાન બેન્ક સાથે છેતરપિંડીના કુલ 972 કેસ નોંધાયા હતા જેમાં બેન્કોએ રૂપિયા 221 કરોડ ગુમાવ્યા હતા, એમ રિઝર્વ બેંકે કહ્યું હતું. 'છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં કરવાની હોય છે જ્યારે તેનો રિપોર્ટ રિઝર્વ બેન્કને આપવાનો હોય છે.
બેન્કોને એની તપાસ કરવી પડે છે કે સ્ટાફની જવાબદારી કેટલી અને આંતરિક પ્રક્રિયા કર્યા પછી યોગ્ય સજા આપે'એમ રિઝર્વ બેન્કે કહ્યું હતું. 'અમારી પાસે ઉપલબ્ધ નથી 'એમ કહીને બેન્કે કોને કોને સજા કરાઇ હતી તેની વિગતો આપવાનો બેન્કે ઇનકાર કર્યો હતો.
'ક્યા પગલાં ભર્યા અથવા પગલાં લેવાઇ ગયા હતા કે કેમ તેની વિગતો અમારી પાસે ઉપલબ્ધ નથી'એમ મધ્યસ્થ બેંન્કે કહ્યું હતું. છેતરપિંડીના કેસોનું મહત્તવ એટલા માટે છે કે તાજેતરમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કે એચડીઆઇએલ નામની એક રિયલ એસ્ટેટ કંપનીને તેની કુલ રૂપિયા 8880 કરોડની સંપ તિ સામે તેને રૂ.6500 કરોડની લોન આપતા બેન્ક ફડચામાં ગઇ હતી.
દેશમાં કુલ 1544 અર્બન કો ઓપરેટિવ બેન્કો પાસે 31માર્ચ,2019 સુધીમાં અધધ કહી શકાય ેવી રૂપિયા 4.84 લાખ કરોડની થાપણો હતી. તે પૈકી એકલા મહારાષ્ટ્રમાં જ 496 બેન્કો પાસે રૂપિયા ત્રણ લાખ કરોડની થાપણો હતી. બીજા ક્રમે હતી કર્ણાટકની અર્બન કો ઓપરેટિવ બેન્કો જેમની પાસે 219 બેન્કોમાં 55102 કરોડ અને ત્રીજા ક્રમ ગુજરાતની અર્બન કો ઓપરેટિવ બેન્કો પાસે263 બેન્કોમાં 41096 લાખ કરોડ રૂપિયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GtFWC0
via Latest Gujarati News
0 Comments