યુરોપિયન યુનિયનનું દોઢ ડહાપણ સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

કેન્દ્રની મોદી સરકાર દ્વારા નાગરિકતા સંસોધન કાયદો (સીએએ) લાવવામાં આવ્યો છે અને તેને લઇને હાલ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચગી રહ્યો છે.

યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન યુનિયનની સંસદમાં સીએએના વિરોધમાં સાંસદો દ્વારા પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. પહેલી વખત આવું થઇ રહ્યું છે કે ભારતના કાયદાને લઇને યુરોપિયન યુનિયનમાં એક સાથે 150થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ રજુ કરાઇ રહ્યો છે.  

28 દેશોના યૂરોપિયન યુનિયનની સંસદમાં 150થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદાથી ભારતમાં નાગરિકતા નક્કી કરવાના ધારા ધોરણોમાં બહુ જ ખતરનાક બદલાવ આવી જશે. આનાથી દેશના બહુ જ મોટી સંખ્યામાં લોકો સ્ટેટલેસ એટલે કે નાગરિકતા વગરના થઇ જશે અને આવા લોકોનો કોઇ દેશ નહીં રહે. અને તેનાથી ભારતમાં નાગરિકતા સંકટ પેદા થઇ શકે છે. 

સાંસદો દ્વારા તૈયાર પાંચ પાનાના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે આ કાયદાને લાગુ કરવાથી દુનિયામાં મોટા માનવીય સંકટને જન્મ આપી શકે છે. બીજી તરફ ભારતે જવાબ આપતા કહ્યું છે કે કોઇ પણ કાયદો ઘડવો કે નહીં તે અમારો આંતરીક મામલો છે, સીએએ પણ અમારો આંતરીક મામલો છે.

28 દેશોના સાંસદો એવો આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલો આ કાયદો લઘુમતીઓના વિરૂદ્ધમાં છે. કેમ કે તે ધાર્મીકતાના આધારે પણ ભેદભાવ કરે છે. આવા કાયદા ઘડવાથી માનઅિધકાર અને રાજનીતિક સંધીઓની અવમાનના થાય છે. સાથે જ આ કાયદાને યૂરોપિયન યુનિયનની સંસદે આંતરરાષ્ટ્રીય માનવાિધકાર સમજૂતીના આર્ટિકલ 15નું પણ ઉલ્લંઘન થઇ રહ્યું છે અને આ આર્ટિકલ પર ભારતે પણ સહી કરી છે.

સીએએ ભારતનો આંતરિક મામલો : ફ્રાન્સ

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

દેશભરમાં સીએએનો વિરોધ થઇ રહ્યો છે જેને લઇને સાંસદોએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારે સીએએના વિરોધમાં જે પણ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.

સીએએ અને એનઆરસી બન્ને મળી જશે તો અનેક લોકોની નાગરિકતા છીનવાઇ જશે. ભારત સરકારે જવાબમાં કહ્યું છે કે નાગરિકતા કાયદો ભારતનો આંતરિક મામલો છે અને તેને સંસદના બન્ને ગૃહમાં પસાર કરાયો છે. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે મોદી સરકારે આંતરીક મામલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો.

ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યંુ હતું કે ભારતના આંતરિક મામલે ચર્ચા કરવાનો કોઇને અિધકાર નથી. ફ્રાન્સે પણ કહ્યું હતું કે સીએએ એ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં અમે કોઇ જ દરમિયાનગીરી નથી કરવાના. કેન્દ્રીય પ્રધાન રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે સીએએ પર બોલનાર યુરોપિયન યુનિયન સંસદ પાકિસ્તાનમાં હિંદુઓ શીખો પર થતા અત્યાચાર વિશે પણ કઇંક બોલે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RyzJL2
via Latest Gujarati News

Post a Comment

0 Comments