
હોંગકોંગ-મલેશિયાએ હુબેઈના પ્રવાસીઓ પર પ્રતિબંધ મુક્યો, મોંગોલિયાએ ચીન સાથેની સરહદ સીલ કરી
બિજીંગ, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
ચીન સરકાર કોરોના વાઈરસના ફેલાવા અંગે માહિતી છૂપાવી રહી છે. વર્લ્ડ હેલૃથ ઑર્ગેનાઈજેશન (ડબલ્યુએચઓ) દ્વારા શરૂઆતમાં જ કહેવાયું હતું કે ચીન જો સાચી માહિતી નહીં આપે તો વાઈરસને કાબુમાં લેવો મુશ્કેલ થશે.
બ્રિટનના આરોગ્ય નિષ્ણાતે શંકા વ્યક્ત કરી છે કે કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓની સંખ્યા એક લાખથી વધારે છે. જ્યારે ચીની સરકારના આંકડા મુજબ 3 હજાર લોકોને જ આ ચેપ લાગ્યો છે.
1 લાખથી વધુ ચેપનો દાવો બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજના પ્રોફેસર નિલ ફરગ્યુસને કર્યો હતો. ડબલ્યુએચઓની ટીમમાં કામ કરતા તબીબે તો ત્યાં સુધી કહ્યું હતુ કે વાઈરસગ્રસ્ત લોકોની સંખ્યા 30 હજારથી માંડીને બે લાખ સુધીની હોઈ શકે છે. ચીનના અનેક પ્રવાસીઓ પશ્ચિમી દેશોમાં છે. અન્ય દેશોના નાગરિકો ચીનમાં છે.
તેની વાચ-ચીતના આધારે વાઈરસનો આંક મોટો હોવાનું જણાઈ આવે છે. વળી વાઈરસનો રીપ્રોડક્ટિવ રેટ 2થી 3 જેટલો છે. એટલે કે જેમને ચેપ લાગ્યો છે એ દરેક વ્યક્તિ દ્વારા બીજા 3ને ચેપ લાગી શકે છે. ચેપના આંકડા ચીન છૂપાવી રહ્યું હોવાનું અનેક ચીની નાગરિકો પણ કહી ચૂક્યા છે.
પશ્ચિમી દેશોના વાઈરોલોજિસ્ટો અને હેલૃથ ઑર્ગેનાઈઝેશનના નિષ્ણાતોને એ વાતનો ડર છે કે ક્યાંક આ વાઈરસ મોટું સ્વરૂપ ધારણ કરી દુનિયાભરમાં ફેલાવા ન લાગે. અત્યારે જ ડઝનેક દેશો તો વાઈરસની લપેટમાં આવી ગયા છે.
પરંતુ હાલના તબક્કે કોરોનાને વૈશ્વિક આફત જાહેર કરવાનો હેલૃથ ઑર્ગેનાઈઝેશને ઈન્કાર કર્યો છે. જોકે ખરેખર સિૃથતિ શુું છે, તે જોવા ડબલ્યુએચઓના ડિરેક્ટર ચીન પહોંચી ચૂક્યા છે.
આ વાઈરસ વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે કેમ કે કોઈ વ્યક્તિને તેનો ચેપ લાગે ત્યારે ખબર પડે એ પહેલા જ બીજા વ્યક્તિ સુધી વાઈરસ પહોંચી જાય છે. એટલે કે વાઈરસ ચૂપચાપ ફેલાતો રહે છે.
ચીનમાં જ વાઈરસ વિવિધ 14 સૃથળ સુધી પહોંચી ગયો છે અને ત્યાં રહેતા અંદાજે 6 કરોડ લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. દરમિયાન હોંગકોંગ, મલેશિયા વગેરેએ ચીનના હુબેઈ પ્રાંતમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.
આ પ્રાંતમાંથી જ વાઈરસ ફેલાયો છે. છેલ્લા 14 દિવસમાં જેમણે હુબેઈની મુલાકાત લીધી હોય એવા પ્રવાસીઓ માટે હાલ હોંગકોંગના દરવાજા બંધ કરી દેવાયા છે. તો વળી મોંગોલિયાએ ચીન સાથેની સરહદ સીલ કરી દઈ સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દીધી છે.
ક્યા ક્યા દેશોમાં ફેલાયો?
ચીન, નેપાળ, થાઈલેન્ડ, વિએટનામ, સિંગાપોર, મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, હોંગકોંગ, મકાઉ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા.
વાઈરસનો ઉદ્ભવ, સંશોધકો માટે કોયડો
2002માં આવેલો એનએલ63, 2003માં આવેલો સાર્સ અને 2012માં જોવા મળેલા મેર્સ એ ત્રણેય વાઈરસ જેવા પ્રકારનો જ કોરોના છે. પરંતુ કોરોના ક્યાંથી આવ્યો એ હજુ સુધી ખબર પડી શકી નથી.
ચામાચિડીયા આૃથવા સર્પમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો હોવાની શંકા છે. પરંતુ તેના કોઈ નક્કર પુરાવા મળતા નથી. શરૂઆતમાં વાઈરસ પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાયો અને હવે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. વાઈરસના બદલાતા સ્વરૂપને કારણે સંશોધકો તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી.
બંગાળ-બિહારમાં બેને દાખલ કરાયા
વુહાનમાં વિદ્યાર્થીઓ સહિત 250 ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયાસો
અમદાવાદ, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
ચીનમાં હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ પરિસિૃથતિ વચ્ચે ચીનથી આવતા ભારતીયો પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. હાલમાં જ ચીનથી પટના આવેલી યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, તેને પણ આ કોરોના વાઇરસ હોવાની શંકા છે. અત્યાર સુધી ચીનમાં 80થી વધુનો ભોગ આ વાઇરસ લઇ ચુક્યો છે. ભારતમાં અનેક એરપોર્ટ પર નજર રખાઇ રહી છે.
કોલકાતામાં એક ચીની નાગરિકને કોરોના વાઇરસ હોવાની શંકા જતા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. પર્યટન વિઝાના આધારે આ યુવતી ભારત આવી હતી. યુવતીને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.
વાઇરસની શંકા જતા હાલ પશ્ચિમ બંગાળ સ્વાસ્થ્ય વિભાગે તેને રાજ્યના દરેક જિલ્લાને એલર્ટ કરી દીધા છે અને વાઇરસની શંકા હોય તો તેની તાત્કાલીક યોગ્ય તપાસ કરવાનો આદેશ સ્વાસ્થ્ય વિભાગેે હોસ્પિટલોને આપી દીધો છે. બીજી તરફ ચીનના વુહાનમાં 250 જેટલા ભારતીયો છે, જેને ભારત પરત લાવવાની તૈયારીમાં છે. આ ભારતીયોને વાઇરસનો ખતરો હોવાની પુરી શક્યતાઓ છે.
વુહાનમાં જ કોરોના વાઇરસ સૌથી વધુ ફેલાયો છે અને તેને આ વાઇરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. વિદેશ મંત્રાલય દ્વારા ચીનના સત્તાધીશો સમક્ષ વુહાન શહેરમાં ફસાયેલા 250 ભારતીયોને પરત મોકલવાની વ્યવસૃથા કરવા રજુઆત કરવામાં આવશે. ફસાયેલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. વુહાન સહીત 12 શહેરોેને ચીન પ્રશાસને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, આ શહેરોમા વાઇરસનો ભય વધુ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Kv6mY
via Latest Gujarati News
0 Comments