સેન્સેકસમાં 42064નો વિક્રમ નોંધાયા બાદ પીછેહઠ


અમદાવાદ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

સાનુકુળ પ્રતિકૂળ અહેવાલો વચ્ચે મુંબઇ શેર બજાર ખાતે ફંડો દ્વારા હેવી વેઇટ શેરોમાં નવી લેવાલીના પગલે સેન્સેકસે ઇન્ટ્રાડે વધીને 42064 નો નવો વિક્રમ રચ્યો હતો.

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડડીલની સાનુકુળતા બાદ ઘર આંગણે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની એજીઆર અંગેની રિવ્યૂ પિટિશન ફગાવી દેવાતા ટેલીકોમ કંપનીઓએ હવે સરકારને જંગી રકમની ચૂકવણી કરવી પડશે.

સુપ્રીમના આદેશ બાદ ટેલીકોમ કંપનીઓથી બેંકોની એનપીએમાં વધારો થવા સહિતની અન્ય પ્રતિકૂળતાઓ ઉદભવવાની દહેશત પાછળ આજે બેંક શેરોમાં તેમજ ઓઇલ-ગેસ, આઇટી, મેટલ વેચવાલીનું દબાણ આવતા સેન્સેકસનો પ્રારંભિક સુધારો ભૂંસાઇ જવા પામ્યો હતો.

બીએસઇ સેન્સેકસ આજે ઇન્ટ્રાડે વધીને 42063.93 ની ઓલ ટાઇમ હાઇને સ્પર્શી વેચવાલીના દબાણે પાછો પડયો હતો અને કામકાજના અંતે 12.81 પોઇન્ટ વધીને 41945.37ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી 3 પોઇન્ટ ઘટીને 12352.35ની સપાટીએ બંધ રહ્યો હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30yEwis
via Latest Gujarati News

Post a Comment

0 Comments