‘એેક પરિવારની પાંચમી પેઢીના નેતા નથી જોઇતા’

નવી દિલ્હી તા.18 જાન્યુઆરી 2020, શનિવાર

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું હતું કે અંગત રીતે મને રાહુલ ગાંધી સામે કોઇ વાંધો નથી પરંતુ આજની યુવા પેઢીને એક પરિવારની પાંચમી પેઢીના નેતા નથી જોઇતા.

કેરળ સાહિત્ય પરિષદની બેઠકમાં બોલતાં ગુહાએ કહ્યું કે તમે 2024માં રાહુલ ગાંધીને મત આપશો તો જાણ્યે અજાણ્યે તમે નરેન્દ્ર મોદીને મદદ કરશો કારણ કે નરેન્દ્ર મોદીની સૌથી મોટી તાકાત એ છે કે એ રાહુલ ગાંધી નથી. 

તેમણે કહ્યું કે તમે સંસદમાં રાહુલ ગાંધીને શા માટે મોકલ્યા એ મને સમજાતું નથી. અંગત રીતે મને એમની સામે કોઇ વાંધો વિરોધ નથી. એ એક સભ્ય અને શિક્ષિત વ્યક્તિ છે. પરંતુ આજની યુવા પેઢીને એક જ ખાનદાનની પાંચમી પેઢીના નેતા નથી જોઇતા. એમને કોઇ નવી નેતાગીરી જોઇએ છે.

રાષ્ટ્રભક્તિ વિરુદ્ધ અંધરાષ્ટ્રીયતા જેવા વિષય પર ગુહા બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે સ્વાતંત્ર્ય સંગ્રામનો આદર્શ અને દેશભક્તિ પૂરી પાડનાર કોંગ્રેસ પક્ષ આજે દયાજનક  સ્થિતિમાં મૂકાઇ ગયો છે. ભારતીય રાજકારણમાં કઠોર પરિશ્રમ અને વિશિષ્ય વ્યક્તિત્વ દ્વારા પોતાનું સ્થાન બનાવનારા નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધીની કોઇ ક્ષમતા નથી. એમને સંસદમાં મોકલીને તમે એક વિનાશકારી કાર્ય કર્યું છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ci7dw
via Latest Gujarati News

Post a Comment

0 Comments