લદ્દાખમાં 45 મીટર ઉંચા સ્વદેશી ટેલિસ્કોપની સ્થાપના કરાઇ


નવી દિલ્હી,તા.19 જાન્યુઆરી 2020 રવિવાર

લેહથી ૨૦૦ કિમી દૂર હાનલે પાસે અંતરીક્ષની વિવિધ ઘટનાઓનો અભ્યાસ કરવા માટે ૪૫ મીટર ઉંચુ સ્વદેશી ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપને ભાભા અણુસંશોધન કેન્દ્ર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.  ભાભા અણુસંશોધન કેન્દ્ર (બીએઆરસી)એ ઇન્ડિયન ઈનસ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (બેંગાલુરુ) અને ટાટા ઈનસ્ટિટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ(મુંબઈ) સાથે મળીને ૪૫ મીટર ઉંચા, ૨૧ મીટર પહોળા ટેલિસ્કોપની ડિઝાઈન તૈયાર કરી છે.

આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(ઈસીઆઈએલ) તેમનું ઔદ્યોગિક ભાગીદાર હતું અને ટેલિસ્કોપને લદ્દાખના હાનલે ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આગામી ૨૧ જાન્યુઆરીથી ૨૦મી માર્ચ દરમિયાન નેશનલ સાયન્સ સેન્ટર ખાતે વૈશ્વિક મેગા વિજ્ઞાાન પ્રદર્શન-વિજ્ઞાાન સમાગમ યોજાશે અને પ્રદર્શન માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીએઆરસીના વૈજ્ઞાાનિક અધિકારી નિલેય ભટ્ટે ટેલિસ્કોપ અંગેની જાણકારી રજૂ કરી હતી. 

આ ટેલિસ્કોપને ૩૫૬ નાના-નાના કાચ વડે તૈયાર કરવામાં આવ્યું છે અને તેની નીચે એક કેમેરા ફીટ કરવામાં આવ્યો છે. કાચમાં લગાવવામાં આવેલા રિફ્લેક્ટરની મદદથી અંતરીક્ષની તસવીરોને કેમેરામાં કેદ કરી શકાશે અને ટેલિસ્કોપની મદદ વડે ગામા-રેને પણ જોઈ શકાશે. ગામા-રે એક સામાન્ય પ્રકાશ(લાઇટ) છે પરંતુ તે ખૂબ જ શક્તિશાળી હોય છે અને તેને ટેલિસ્કોપ વગર નથી જોઈ શકાતો. આ ટેલિસ્કોપની મદદથી અંતરીક્ષમાં ૧૦ લાખ પ્રકાશ વર્ષ દૂર સુધી જોઈ શકાશે. એક સેકન્ડની ઝડપ ત્રણ લાખ કિમીની છે અને એક પ્રકાશવર્ષમાં એક વર્ષની અંદર ૧૦ હજાર કરોડ કિમી દૂર સુધી પ્રકાશ પહોંચે છે. 

એક મહીના પહેલા હાનલે ખાતે આ ટેલિસ્કોપની સ્થાપના કરવામાં આવી હતી અને દેશભરની શિક્ષણ સંસ્થાનોના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે. ટૂંક સમયમાં જ વિવિધ શિક્ષણ સંસ્થાનોને તેમના વિદ્યાર્થીઓ ટેલિસ્કોપનો લાભ મેળવી શકે તે માટે પત્ર લખીને આમંત્રણ પાઠવવામાં આવશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30JEW60
via Latest Gujarati News

Post a Comment

0 Comments