નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટીના 11માં અધ્યક્ષ તરીકે જગત પ્રકાશ નડ્ડાની વરણી થશે. જેપી નડ્ડાએ માટે નામાંકન ભર્યા બદા રાજનાથસિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના પાર્ટી અધ્યક્ષ છે. હવે જેપી નડ્ડા ભાજપના 11મા પાર્ટી અધ્યક્ષ બનશે.
વાજપેયીથી લઇને લાલકૃષ્ણ અડવાણી પણ આ ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ચૂક્યા છે. હવે જેપી નડ્ડા માટે સૌથી મોટી મુશ્કેલી ભાજપ પાર્ટીને આગળ વધારવાની છે. અમિત શાહની આગેવાનીમાં ભાજપ સતત જીતતું આવ્યું છે અને પાર્ટીનો જનાધાર વધતો ગયો છે. જેપી નડ્ડા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. અહીં ભાજપના અત્યારસુધી રાષ્ટ્રીય અધ્યક્ષ બનનારા ભાજપના નેતાઓનું લિસ્ટ અપાયું છે.
જેપી નડ્ડા એ હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ છે. આરઆરએસના સાથે કામગીરી કરતા આવ્યા છે. જેપી નડ્ડા પાર્ટી અધ્યક્ષ બનશે અને 3 વર્ષ સુધી કામીગીરી કરશે. આ સમયે દિલ્હી, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. જે જેપી નડ્ડા માટે સૌથી મોટી મુશ્કેલીરૂપ બનશે.
જાણો નડ્ડાની જ મોદી અને શાહે કેમ કરી પસંદગી
ભાજપને આજે અમિત શાહના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના દિગ્ગજ નેતા જગત પ્રકાશ નડ્ડા પક્ષના 11માં અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કરશે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતા, વર્તમાન મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, સંસદી બોર્ડના સભ્યો. રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિત વિશેષ મહેમાનો હાજર રહેશે.
ભાજપની ટોપ લીડરશીપની સામે જેપી નડ્ડા કાર્યકારીમાંથી પૂર્ણકાલીન અધ્યક્ષનો પદભાર સંભાળશે. આ દરમિયાન જેપી નડ્ડા કાર્યકરોને સંબોધિત કરતા પોતાની ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરશે. રાજનાથ સિંહે જે પી નડ્ડાના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ અને સંસદી બોર્ડના સભ્યો નડ્ડાને શુભકામના પાઠવશે. 2019ની ચૂંટણીમાં ભારે બહુમત સાથે જીત્યા બાદ મોદી સરકારમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ પ્રધાનનો કાર્યભાર સોંપવામાં આવ્યો.
જેના કારણે રોજ-બરોજના કામકાજ માટે 17 જૂન, 2019ના રોજ રાષ્ટ્રીય મહાસચિવ જે.પી.નડ્ડાની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળ્યાના 7 મહિના બાદ આજે જેપી નડ્ડાને પૂર્ણકાલીન અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. હાલમાં અમિત શાહ, રાજનાથસિંહ સહિતના કદાવર નેતાઓ હાજર છે.
Delhi: BJP leaders Amit Shah, Rajnath Singh, Nitin Gadkari along with party leaders present at BJP headquarters; The process of nomination for party national president to begin shortly. pic.twitter.com/ixylSJdWof
— ANI (@ANI) January 20, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RaPsQD
via Latest Gujarati News
0 Comments