પાલી/રાસ્થાન, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
રાજસ્થાનમાં જન્મેલા એક બાળકની તસવીર સોશિયલ મીડિયમાં જંગલની આગની જેમ વાયરલ થઇ રહીં છે. વળી આ બાળકને જોવા માટે હોસ્પીટલમાં ભીડ ઉમટી રહીં છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પાલી જિલ્લાના બાલી તાલુકાના માલનૂ ગામની વતની મમતા નામની મહિલાએ બાલી સ્થિત એક મેટરનીટી હોસ્પીટલમાં રવિવારની રાત્રે એક બાળકને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે આ બળકનું શરીર એક છે પણ તેને બે માથા છે. બાળકની સ્થિતિ હાલ નાજુક છે. મેટરનીટી હોસ્પીટલના ડોક્ટર શોભા વર્માએ આ ઘટનાને દુર્લભ ઘટના બતાવી છે. તેમણે જણાવ્યા અનુસાર લાખો બાળકોમાંથી એક ઘટના આવી બનતી હોય છે. પાલી જિલ્લામાં સંભવત આ પહેલી ઘટના છે.
આ બાળકને જન્મ આપનારી મમતાની આ પહેલી ડિલીવરી હતી. મમતાએ બે બાળકને જન્મ આપ્યો છે પણ બંને પેટના ભાગેથી પરસપર ચોંટેલા(ભેગા) છે. બાળકને બે માથા ઉપરાંત ચાર પગ અને ચાર હાથ છે. બંને બાળક પૈકી એક બાળક અપરિપક્વ છે. હાલ બાળકને જન્મ આપનાર મમતા અને બંને બાળકોને એમ્સ જોધપુરમાં રેફર કરવામાં આવ્યાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TCG75s
via Latest Gujarati News
0 Comments