નવી દિલ્હી, તા.20 જાન્યુઆરી 2020, સોમવાર
વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દુર કરવા માટે પીએમ મોદીએ આજે ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલી ચર્ચામાં 2000 વિદ્યાર્થીઓ સાથે મોદીએ સીધો સંવાદ કર્યો હતો જ્યારે દેશના બીજા હિસ્સાઓમાં તેનુ લાઈવ પ્રસારણ કરાયુ હતુ.
પીએમ મોદીએ વિવિધ સવારોના જવાબ આપતા કહ્યુ હતુ કે, હવેનુ જીવન ટેકનોલોજીથી ચાલતુ થઈ ગયુ છે.ટેકનોલોજીનો ભય ના રાખો તેને પોતાનો મિત્ર બનાવો. મારા માટે શુ જરૂરી છે તે સમજવાની કોશિશ કરો. સ્માર્ટફોર્મ તમારા સમયની બર્બાદી કરે છે. આ સંજોગોમાં ટેકનોલોજી પર તમારે કાબૂ રાખવો પડશે.ટેકનોલોજીના ગુલામ ના બનતા. આ સિવાય તેમણે કેટલીક ટિપ્સ આપી હતી...
સ્માર્ટફોન તમારો સમય ચોરી લે છે...થોડો સમય માતા પિતા સાથે પસાર કરો
નવી પેઢી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે છે. માતૃભાષાની ડિક્શનરી ફોનમાં રાખો અને તેમાંથી કેટલાક શબ્દો રોજ શીખો.
આજેના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ ફોન પર આવી ગયુ છે. પણ તમારે રોજ ટેકનોલોજીથી થોડા સમય ફ્રી રહેવાનો સંકલ્પ લેવો પડશે.
ઘરમાં એક રૂમ ટેકનોલોજી ફ્રી હોવો જોઈએ, જ્યાં કોઈ પણ વ્યક્તિ જાય તો ટેકનોલોજીને બહાર મુકીને જાય.
સ્માર્ટ ફોનમાંથી સમય કાઢીને તમારા વડીલોને મળે...એકાદ કલાક તેમન માટે ફાળવો અને પરિવારના સભ્યો સાથે વાતો કરો.
स्मार्ट फोन जितना समय आपका समय चोरी करता है, उसमें से 10 प्रतिशत कम करके आप अपने मां, बाप, दादा, दादी के साथ बिताएं।
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) January 20, 2020
तकनीक हमें खींचकर ले जाए, उससे हमें बचकर रहना चाहिए। हमारे अंदर ये भावना होनी चाहिए कि मैं तकनीक को अपनी मर्जी से उपयोग करूंगा: पीएम मोदी #ParikshaPeCharcha2020
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30zOeBt
via Latest Gujarati News
0 Comments