50 સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી ડૉક્ટર બોમ્બ અલોપ થયો

નવી દિલ્હી તા.17 જાન્યુઆરી 2020, શુક્રવાર 

દેશભરમાં પચાસથી વધુ સિરિયલ બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલો અને ડૉક્ટર બોમ્બના હુલામણા નામે જાણીતો અપરાધી જલીસ અન્સારી અલોપ થયો હોવાની ચોંકવનારી માહિતી મળી હતી.

રાજસ્થાનની અજમેર જેલમાં સજા ભોગવી રહેલો અન્સારી છેલ્લા વીસ એકવીસ દિવસ પહેલાં પેરોલ પર બહાર આવ્યો હતો.  એના પેરોલની મુદત આજે શુક્રવારે પૂરી થતી હતી. 

ગુરૂવારે એ અચાનક અલોપ થયો હતો. એના પુત્ર જૈદ અન્સારીએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે મારા વાલિદ ગૂમ થયા હતા. રોજ સવારે અન્સારી 10થી 12ની વચ્ચે અગ્રીપાડા પોલીસ સ્ટેશને હાજરી પુરાવવા જતો હતો. ગુરૂવારે એવું થયું નહોતું. ઊલટું એના પુત્ર જૈદ અન્સારીએ એવી ફરિયાદ લખાવી હતી કે મારા પિતા ગૂમ થયા હતા.

મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં જલીસ સંકળાયેલો હતો. એ સીમીના યુવાનોને બોમ્બ બનાવતા શીખવતો હતો. એ સીમી જેવી રાષ્ટ્રવિરોધી સંસ્થા સાથે સંકળાયેલો હતો.

અન્સારી ગૂમ થવાની વિગત મળતાં મુંબઇ પોલીસ સતર્ક થઇ ગઇ હતી. તરત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કામે લાગ્યું હતું અને દેશભરની સિક્યોરિટી એજન્સીઓને આ વાતની જાણ કરાઇ હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30rKUIq
via Latest Gujarati News

Post a Comment

0 Comments