
કંપાલા, 16 જાન્યુઆરી, 2020, ગુરુવાર
આફ્રિકી દેશ યુગાન્ડામાં એક ઇમામની શાદીની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ઇમામને સાદીના બે અઠવાડિયા પછી ખબર પડી કે તેને જેની સાથે લગ્ન કર્યા એ છોકરી નહી પરંતુ છોકરો છે જે દુલ્હનના સ્વાંગમાં પ્રેમનું નાટક રચીને છેતરી ગયો હતો. મોહમ્મદ મુતુબા નામના ઇમામ લાંબા સમય સુધી લગ્ન કરેલી દુલ્હન સાથે શારીરિક સંબંધથી દૂર રહયો હતો આથી તેના ધ્યાનમાં ન હતું. ઇમામની દુલ્હન પર પાડોશીએ ટીવી અને કિંમતી કપડાની ચોરી કરવાનો આરોપ લગાવતા સમગ્ર ભાંડો ફૂટયો હતો.
દુલ્હન જે રીતે દિવાલ કુદીને ચોરીના ઇરાદાથી ઘરમાં કુદી તેના આધારે પાડોશીને આ મહિલા નહી પરંતુ પુરુષ હોવાની શંકા પડી હતી. પાડોશીએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં જઇને ચોરીની ફરીયાદ કરી હતી. ઇમામ અને તેની દુલ્હનને પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે દુલ્હનના હિઝાબ અને સેન્ડલની ચકાસણી કરતા ખરેખર તે મહિલા નહી પરંતુ પુરુષ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ઇમામે પણ આ વાત જાણી ત્યારે ખૂબજ ક્ષોભ થયો હતો.ઇમામે જણાવ્યું કે આ મહિલા સાથે મસ્જિદની બહાર પ્રથમ મુલાકાત થઇ હતી. મારે પણ સુંદર અને સંસ્કારી ઓરત સાથે લગ્ન કરવા હતા. બુરખો ઓઢીને ઉભેલી આ મહિલાને પ્રપોઝ કર્યુ હતું. મહિલાએ લગ્ન પહેલા કોઇ પણ પ્રકારના શારીરિક સંબંધો નહી રાખવાની શરત કરી હતી. ઇમામે દુલ્હનને વધુ ખૂશ રાખવા લગ્નના બે અઠવાડિયા પછી પણ શારીરિક સંબંધોથી દૂર રહયા હતા.મહિલાને પુરુષ બનીને લગ્ન કરવાનું કારણ પુછતા ઇમામના પૈસા પર નજર હોવાનું જણાવ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/370AORb
via Latest Gujarati News
0 Comments