ઇસરોએ સફળતાપૂર્વક જીસેટ 30 લોંચ કર્યો

નવી દિલ્હી તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર 

ઇસરોએ સંદેશવ્યવહાર ક્ષેત્રે ધરખમ ક્રાન્તિ કરી નાખે એવા જીસેટ 30 ઉપગ્રહને સફળતાપૂર્વક લોંચ કર્યો હતો. દેશમાં ફાઇવજી ટેક્નિકને આ ઉપગ્રહ જબરદસ્ત પીઠબળ પૂરૂં પાડશે.

ઇન્ટરનેટની કામગીરીમાં પણ આ ઉપગ્રહના પગલે જોરદાર ફેરફાર થશે. યૂરોપિયન હેવી રૉકેટ એરિયન ફાઇવ ઇસીએ દ્વારા આ ઉપગ્રહ આજે મધરાત બાદ 2.35 કલાકે અમેરિકાના ઇશાન ખૂણેથી કૌરો એરિયર પ્રક્ષેપણ ક્ષેત્રથી લોંચ કરવામાં આવ્યો હતો.

થોડીવાર પછી એરિયન 5 VA251 આ ઉપગ્રહથી છૂટું પડી ગયું હતું. 2020માં ઇસરોનું આ પ્રથમ સાહસ હતું. 

આ ઉપગ્રહ 2005માં છોડાયેલા ઉપગ્રહ ઇન્સેટ ફોર-એનું સ્થાન લેશે. વાસ્તવમાં ઇન્સેટ ફોર એની આવરદા હવે પૂરી થઇ હતી. એટલે હવે બદલતા સમયને ધ્યાનમાં રાખીને વધુ પાવરફૂલ ઉપગ્રહની જરૂર હતી એટલે જીસેટ 30 લોંચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહથી દેશના સંદેશ વ્યવહાર ક્ષેત્રમાં જબરદસ્ત ક્રાન્તિ થશે. આ ઉપગ્રહ સંપૂર્ણપણે સ્વદેશી સાધનો વડે તૈયાર કરાયો હતો.

આ ઉપગ્રહનું વજન 1300 કિલો છે અને એની આવરદા પંદર વર્ષની છે. એમાં બે સોલાર પેનલ છે જેનાથી બેટરીને નવી ઊર્જા મળતી રહેશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aeJO7j
via Latest Gujarati News

Post a Comment

0 Comments