પ્રધાનપદ ન મળતા શિવસેનાના લગભગ ડઝનેક વિધાનસભ્યો નારાજ


મુંબઇ,1 જાન્યુઆરી 2020 બુધવાર

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની ઠાકરે સરકારે પ્રથમ પ્રધાન મંડળનું વિસ્તરણ કરતા સીનિયર  તેમજ વફાદાર નેતાઓને પ્રદાન પદથી વંચિત રાખતાં ત્રણેય શિવસેના કોંગ્રેસ-એન.સી.પી. ગઠબંધનના પક્ષોમાં નારાજગી વ્યાપી છે. એમાં ખાસ ઠાકરે સરકારના પોતાના શિવસેના પક્ષમાં ભૂતપૂર્વ પ્રધાનો તથા દિગ્ગજ નેતાઓ મળીને ડઝનથી વધુ વિધાનસભ્યો નારાજ થયા છે. એમા ખાસ રામદાસ કદમ તો   શિવસેનાના નેતા પદથી રાજીનામું ધરી દેવાની મનસ્થિતીમાં  હોવાનું  રાજકીય વર્તુળમાં ચર્ચા છે. આથી ઠાકરે સરકાર ગમે તે ઘડીએ પડી ભાંગે એવા એંધાણ વર્તાઇ રહ્યા હોવાનું જોરદાર ચર્ચા ચાલી રહી છે.

નારાજ થયેલા વિધાનસભ્યો તેમજ નેતાઓને શાંત પાડવાનો મોટો પડકાર હવે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે છે. સર્વ નારાજ થયેલા વિધાનસભ્યો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળશે એવી ચર્ચા છે. પ્રધાન મંડળમાં એન.સી.પી.ના વડા શરદ પવારે હસ્તેક્ષ કર્યો હોવાથી પ્રધાન  પદમાંથી અમારૂ પત્તુ કપાયું હોવાનું નારાજ શિવસેનાના વિધાનસભ્યોમાં ચર્ચા છે. આ સિવાય પ્રધાનમંડળમાં સર્વ મહત્વના વિભાગ એન.સી.પી. પાસે ગયા હોવાથી પણ શિવસેનામાં નારાજગી ફેલાઇ છે.

રામદાસ કદમ શિવસેનાના મોટા નેતા હોવાથી તેમને  પ્રધાન પદનો અનુભવ છે. એટલું જ નહિં તેમને વિશ્વાસમાં લીધા નહિં. નવા પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો નહિં. આથી તેઓ ખૂબ જ નારાજ થયા છે. આ કારણસર તેઓ શિવસેના નેતા પદથી રાજીનામું આપે એવું ચર્ચાઇ રહ્યું છે. કોંકણના રત્નાગિરિ વિસ્તારમાં રામદાસ કદમને લીધે શિવસેનાનો ગઢ સચવાઇ રહ્યો છે.

રામદાસ કદમ પ્રમાણે શિવસેનાના અનેક દિગ્ગજ નેતા પ્રદાનપદથી દૂર રાખવામાં આવ્યા છે. શિવસેનાના દિવાકર રાવતે,  દીપક કેસરકર, રવિન્દ્ર વાયકર, પ્રતાપ સરનાઇક, તાનાજી સાવંત, આશિષ જયસ્વાલ, અનિલબાબર, પ્રકાશ અંબિટકર, સુનીલ પ્રભુ, સુનીલ રાઉત, ભાસ્કર જાધવ, ભાવના ગવળી, સંજય શિરસાટ,  સંજય રાયમુલકર જેવા નેતાને પ્રધાન પદ ન મળતાં તેમના કાર્યકર્તામાં નારાજગી વ્યાપી  હોવાની ચર્ચા છે.

સાંસદ અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના ભાઇ સુનીલ રાઉતને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નથી. આથી નારાજ થયેલા સંજય રાઉત પ્રધાનોના શપથવિધિમાં ગેરહાજર રહ્યા હતા, એટલું જ નહિં સુનીલ રાઉત પણ રાજીનામું આપવાની તૈયારી હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

પરંતુ આ મામલે સુનીલ રાઉતે તેને અફવા હોવાનું કહીને શિવસેના વિધાનસભ્ય  હોવા છતાં પ્રથમ શિવસૈનિક છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વ હેઠળની રાજ્યમાં સત્તા છે. તેનું અભિમાન છે. હું જરાપણ નારાજ નથી. માત્ર કોઇ દિશા ભૂલ કરી રહ્યા છે, એમ સુનીલ રાઉતે ઉમેર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QjMtF7
via Latest Gujarati News

Post a Comment

0 Comments