જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં એન્કાઉન્ટર

શ્રીનગર તા.25 જાન્યુઆરી 2020, શનિવાર

જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં સિક્યોરિટી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ રહી હોવાની જાણકારી મળી હતી.

સિક્યોરિટી દળોએ ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીને ઘેરી લીધા હોવાનું પ્રવક્તાએ કહ્યું હતુ. આ લખાઇ રહ્યું હતું ત્યારે સામસામા ગોળીબાર ચાલુ હતા. આ અથડામણ ત્રાલ વિસ્તારમાં થઇ રહી હતી.

ગુપ્તચર દળોને એવી માહિતી મળી હતી કે હરિગામમાં આતંકવાદીઓ છૂપાયા છે. સિક્યોરિટી દળોએ તરત હરિગામને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓને શરણે થવાની ચેતવણી આપી હતી.

જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. સિક્યોરિટી દળોએ એનો જવાબ આપવા વળતા ગોળીબાર શરૂ કર્યા હતા. આમ સામસામે ગોળીબાર ચાલુ થયા હતા. સ્થાનિક લોકો ડરીને પોતપોતાના ઘરોમાં બેસી રહ્યા હતા.

અત્યાર અગાઉ શુક્રવારે સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં નૂરબાગના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંકતાં બે જવાનો સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. ત્યારબાદ સિક્યોરિટી દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U1sZax
via Latest Gujarati News

Post a Comment

0 Comments