મુંબઇ તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA) કરશે એેવો નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કર્યો હતો.
જો કે કેન્દ્રની આ જાહેરાતથી મહારાષ્ટ્રની હાલની મિશ્ર સરકારના પેટમાં તેલ રેડાયું હતું. ખાસ કરીને એનસીપીના સભ્ય અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે હું કેન્દ્રના આ પગલાંનો વિરોધ કરું છું. આ તો રાજ્ય સરકારના અધિકાર પર તરાપ સમાન છે.
પૂણે પોલીસ આ હિંસાની તપાસ વ્યવસ્થિત રીતે કરી રહી છે. એમાં NIAની કશી જરૂર નથી. આ પગલું લઇને કેન્દ્ર સરકાર બંધારણ વિરોધી કામ કરી રહી છે એમ પણ દેશમુખે કહ્યું હતું.
જો કે અહીં એ નોંધવું રસપ્રદ છે કે એનસીપીના પ્રમુખ શરદ પવારે પોતે મહારાષ્ટ્રના હાલના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એવી વિનંતી કરી હતી કે ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરો. પરંતુ ઠાકરે કોઇ પગલું લે એ પહેલાં કેન્દ્ર સરકારે આ કેસ NIAને ટ્રાન્સફર કરી દીધો.
દર વરસે ભીમા કોરેગાંવમાં હજારો દલિતો એકઠા થાય છે અને સંમેલન જેવું યોજાય છે. 2018ના જાન્યુઆરીમાં અહીં ભારે હિંસા થઇ હતી. પૂણે પોલીસે એવો દાવો કર્યો હતો કે દલિત સમાજમાં ભડકામણા પ્રવચનો થયાં હતાં એટલે હિંસા ફેલાઇ હતી. જો કે પાછળથી તેલુગુ કવિ વરવર રાવ અને સુધા ભારદ્વાજ સહિત કેટલાક ડાબેરી નેતાઓ અને કાર્યકરોની ધરપકડ પણ થઇ હતી. મહારાષ્ટ્રના હાલના શાસક પક્ષના ઘટકો દ્વારા આ હિંસાની તપાસ કરવાની માગણી થઇ હતી.
મહારાષ્ટ્ર સરકાર કોઇ ટીમ રચે એ પહેલાં કેન્દ્ર સરકારે NIAને આ કેસ સોંપી દીધો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tFl3Ry
via Latest Gujarati News
0 Comments