શ્રદ્ધા કપૂરે પિતા શક્તિ કપૂરને એક પ્રોપર્ટી ભેટમાં આપી


મુંબઇ,તા. 10 જાન્યુઆરી 2020, શુક્રવાર

શ્રદ્ધા કપૂરને પિતા શક્તિ કપૂર સાથે સારો લગાવ છે. શ્રદ્ધાએ હાલ પિતા શક્તિ કપૂરને એક પ્રોપર્ટી ભેટમાં આપી છે. 

સામાન્ય રીતે પિતા પોતાના સંતાનોને ભેટ આપતા હોય છે, જ્યારે શ્રદ્ધાએ હાલમા ંજ પિતા શક્તિને મુંબઇના જુહુ એરિયામાં એક ફ્લેટ ભેટમાં આપ્યો છે. મળેલી બાતમી અનુસાર આ ફ્લેટની કિંમત ૧.૩ કરોડ છે. શ્રદ્ધાએ આ પ્રોપર્ટીનો ૫૦ ટકા હિસ્સો ગિફ્ટ કર્યો છે. આ પ્રોપર્ટીના માલિક બનેલા  શક્તિએ હવે આ પ્રોપર્ટીને લીઝ પર આપી દીધી છે. 

શ્રદ્ધાએ બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે. વરુણ ઘવન સાથે ' સ્ટ્ટીર ડાન્સર ૩'માં જોવા મળવાની છે. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાએ રૂપેરી પડદે ઘણી સફળ ફિલ્મો આપી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36EjOA6
via Latest Gujarati News

Post a Comment

0 Comments