ભાજપે જૈશ એ મુહમ્મદ પેદા કર્યો છે: કપિલ સિબલ

નવી દિલ્હી તા.31 જાન્યુઆરી 2020, શુક્રવાર

પીઢ કોંગ્રેસી નેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબલે કેન્દ્રીય ગૃહ પ્રધાનના એક વિધાનનો જવાબ આપતાં કહ્યું હતું કે અમે દેશની સાથે છીએ. તમારો પક્ષ એટલે ભારત નહીં. કપિલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બદનામ આતંકવાદી સંસ્થા જૈશ એ  મુહમ્મદ ભાજપને કારણે પેદા થયો હતો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે વારંવાર કોંગ્રેસ અને આપના અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે તમારો દરેક મત જણાવશે કે તમે દેશની સાથે છો કે શાહીન બાગની સાથે છો ?  તેમણે એમ પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ શાહીન બાગને સમર્થન આપતાં હોય તો તેમણે પણ શાહીન બાગ જઇને દેખાવકારો જોડે બેસી જવું જોઇએ. દેખાવકારો કેજરીવાલની વાત માનશે. 

આ બધાં વિધાનોનો જવાબ આપતાં સિબલે કહ્યું કે અમે દેશની સાથે જ છીએ. ભાજપ એટલે દેશ નહીં. દેશ એટલે ભાજપ નહીં. 

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપની કોમવાદી નીતિના પગલેજ જૈશ એ મુહમ્મદ જેવો આતંકવાદી રાક્ષસ પેદા થયો હતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aYllne
via Latest Gujarati News

Post a Comment

0 Comments