ભારતમાં ગૂગલને હંફાવવા આગામી છ માસમાં 'વોટ્સએપ પે' શરૂ થશે


નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર

ગૂગલ પે સામે સ્પર્ધા પૂરી પાડવા વોટ્સએપ ઘણાં સમયથી પેમેન્ટ ફિચર ઉમેરવાની તૈયારીમાં છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે એવો સંકેત આપ્યો હતો કે હવે છ મહિનામાં ગૂગલ પેની સર્વિસ શરૂ થઈ જશે.

ફેસબુક સાથે સંલગ્ન વોટ્સએપમાં પેમેન્ટ ફિચર ઉમેરવાની તૈયારી ઘણાં સમય પહેલાં શરૂ થઈ હતી. ગૂગલ પે સામે સ્પર્ધા કરવા માટે ફેસબુકે વોટ્સએપમાં પેમેન્ટ ફિચર આપવાની દિશામાં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

પાયલટ પ્રોજેક્ટમાં સફળ રહ્યા પછી કંપનીએ હવે આગામી છ માસમાં ભારત સહિતના ઘણાં દેશોમાં આ સુવિધા શરૂ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે એવો સંકેત આપ્યો હતો કે વિવિધ સરકારી પરવાનગી પૂરી થશે પછી ઘણાં દેશોમાં આગામી છ મહિનામાં વોટ્સએપનું પેમેન્ટ ફિચર શરૂ થઈ જશે.

માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે પાયલટ પ્રોજેક્ટ દરમિયાન અસંખ્ય લોકોએ આ ફિચર પસંદ કર્યું હતું અને દર સપ્તાહમાં તેનો ઉપયોગ કર્યો હતો. આ ફિચરનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેનાથી વોટ્સએપ યુઝર્સ સરળતાથી મની ટ્રાન્સફર કરી શકશે. ભારતમાં વોટ્સએપ પેમેન્ટ એપ સામે ઘણાં પડકારો ખડા થયા છે.

રીઝર્વ બેંકે સુપ્રીમ કોર્ટને એક અરજીના સંદર્ભમાં કહ્યું હતું કે વોટ્સએપને યુપીઆઈ બેઝ્ડ પેમેન્ટ ફિચરની પરવાનગી એટલા માટે નથી આપવામાં આવતી, કારણ કે ફેસબુક કંપની દેશના ઘણાં પ્રાઈવસી અનેડેટાને લગતા નિયમોનું પાલન કરતી નથી.

નવા નિયમો પ્રમાણે વિદેશી કંપનીઓએ ભારત સિૃથત સર્વરમાં જ દેશના નાગરિકોનો ડેટા સેવ રાખવો પડશે. નિયમોનું પાલન કરવાની ખાતરી મળશે તો જ વોટ્સએપને પેમેન્ટ ફિચરની પરવાનગી મળશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38VyjQQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments