મોડેલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે હાર્દિક પંડયાની સગાઈ


(પ્રતિનિધિ દ્વારા)         મુંબઇ,તા. 02 જાન્યુઆરી 2019, ગુરુવાર

ફિલ્મ જગત અને ક્રિકેટને વરસો જુનો સંબંધ છે. ક્રિકેટર હાર્દિક પંડયા પણ અભિનેત્રીઓ સાથેના રોમાન્સથી ચર્ચામાં હતો. પરંતુ હવે તેણે અભિનેત્રી ડાન્સર અને મોડેલ નતાશા સાથે સગપણ કરી લીધું છે. આ પહેલા નતાશાનું નામ એકટર અલી ગોની સાથે જોડાયું હતું. 

૨૦૨૦ની સાલના પ્રથમ દિવસે જ હાર્દિકે નતાશાને સમુદ્રની  વચ્ચોવચ પ્રપોઝ  કરીને હીરાની વીંટી પહેરાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ સમાચાર એક વીડિયો શેર કરીને આપ્યા છે. આ સાથે તેણે પોતાની અને નતાશાની તસવીરમ ુકીને લખ્યું છે કે, '' મેં તેરા-તૂ મેરી, જાને સારા હિંદુસ્તાન'સાથે પોતાની સગાઇની તારીખ  ૦૧-૦૧-૨૦૨૦ પણ લખી છે. હાર્દિકની આ પોસ્ટ પર ઘણી સેલિબ્રેટિઓ તેમજ ક્રિકેટરોએ શુભેચ્છાઓ આપી છે. 

નતાશા અન ેહાર્દિક લાંબા  સમયથી ડેટ કરી રહ્યા હતા. નતાશા એક સર્બિયન અભિનેત્રી, મોડલ  અન ેડાન્સર છે. તેણ ે બોલીવૂડના ઘણા વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે એક ડાન્સ  નંબર કર્યો હતો. તેને  બોલીવૂડમાં ઓળખ  સિંગર બાદશાહના  વીડિયો ' ડીજે વાલે બાબુ'માં કામ કરીને મેળવી.આ ગીત હિટ રહ્યું હતું. ૨૦૧૬માં નતાશાએ ફિલ્મ ' સેવન અવર્સ ટુ ગો'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં નતાશાએ એક પોલીસની ભુમિકા ભજવી હતી. આ ઉપરાંત તેણે ફિલ્મ 'ફુકરે અને ઝીરો'માં પણ કેમિયો કર્યો હતો. તે 'નચ બલિયે ૯'નો પણ હિસ્સો રહી ચુકી છે. તેણે અત્યાર સુધીમાં  ૧૩ ફિલ્મોમાં કામ કર્યું છે.  આ ઉપરાંત તે ૨૦૧૪માં બિગ બોસ ૮ની સ્પર્ધક પણ રહી ચુકી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36kKENC
via Latest Gujarati News

Post a Comment

0 Comments