
અમેરિકાના કેલિફોર્નિયાના સિલિકોન વેલીના એક તળાવમાં વિલૂપ્ત થતી જતી પ્રજાતિની માછલીઓના સંરક્ષણ માટે નકલી પક્ષી લગાવાયા છે. જેથી કરીને આકાશમાં ઉડતા પ્રવાસી પક્ષીઓ માછલીઓનું ભક્ષણ કરતા નથી.સિલિકોન વેલીના એક નાનકડા ટાપુ પર આવેલા સોલ્ટ પોન્ડ પર નાના નાના પક્ષીઓ નજરે પડે છે. આબેહૂબ સાચા હોય તેવા જણાતા આ પક્ષીઓ નકલી છે.
સિલિકોન વેલીના આ પોન્ડ પરથી પ્રવાસી પક્ષી કાસ્પિયન ટર્ન્સના (ચીલ પ્રકારનું પક્ષી) ઝુંડ ઉડીને આગળ વધતા હોય છે. કાસ્પિયન ટન્સ તળાવના આકાશમાંથી પસાર થતા હોય છે ત્યારે સીધા ઉતરીને માછલીઓનું ભક્ષણ કરવા લાગે છે. આ પક્ષીની એક ખાસિયત છે કે જો તળાવ ઉપર બીજા પક્ષીેઓની હાજરી હોય તો તે નીચે ઉતરવાના સ્થાને આગળ વધે છે. આથી પ્રવાસી પક્ષીઓના સમયે તળાવ ઉપર નકલી પક્ષીઓની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેનાથી આકાશમાં ઉડતા કાસ્પિયન ટર્ન્સ ભોળવાઇ જાય છે.
આ પ્રવાસી પક્ષીઓ ખોરાકથી વંચિત રહે તેટલા માટે નહી પરંતુ વિલૂપ્ત થતી માછલીઓને બચાવવા માટે છે. એક સમયે કોલંબિયા નદીનું ક્ષેત્ર ગણાતું આ સ્થળ સંરક્ષિત માછલીઓની દ્વષ્ટીએ વિશ્વમાં સૌથી સલામત માનવામાં આવતું હતું. આ ક્ષેત્રમાં નાના નાના પોન્ડ તથા તેમાં માછીમારીનું પ્રમાણ વધવાથી માછલીઓની વિવિધ પ્રજાતિઓ પર જોખમ ઉભું થયું છે. તળાવમાં જોવા મળતી જંગલી પ્રજાતિની માછલી એંડએનજર્ડ સ્પાઇસેઝ એકટ હેઠળ સુરક્ષિત કેટેગરીમાં આવે છે.જો કે આ માછલીઓને શિકાર બનાવતા માઇગ્રેટી બર્ડ ટ્રીટી એકટ હેઠળ સુરક્ષિત જાહેર થયા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ff65Uu
via Latest Gujarati News
0 Comments