બગદાદીના સ્થાને અબુ ઇબ્રાહિમ અલ કુરૈશી ISISનો વડો બન્યો

ઈરાક, તા. 2 જાન્યુઆરી 2020, ગુરૂવાર

ISISનો વડો અબુ બકર બગદાદી અમેરિકી લશ્કરના ઓપરેશનમાં ઠાર થતાં ISISના વડા તરીકેની ધુરા અન્ય ખતરનાક આતંકવાદી અબુ ઇબ્રાહિમ અલ કુરૈશીએ સંભાળી લીધી હતી.

બગદાદી મરાઇ જતાં ISIS ખતમ થઇ જશે એવી ધારણા ખોટી પડી હતી અને ISIS સક્રિય રહ્યું હતું. માત્ર બગદાદીના સ્થાને અબુ ઇબ્રાહિમ અલ કુરૈશી ISISનો વડો બન્યો હતો.

ફોરેન અફેર્સ મેગેઝિનમાં પ્રગટ થયેલા એક લેખમાં જણાવાયા મુજબ બગદાદી મરવાથી ISIS નબળું પડ્યું છે પરંતુ સાવ ખતમ થયું નથી.

2019ના માર્ચમાં પૂર્વી સિરિયાના બાગુજ શહેર પર અમેરિકાના સમર્થનવાળી કુર્દ અને આરબ સેનાએ કબજો મેળવી લીધો હતો. બાગુજ શહેર ISISનો ગઢ ગણાતું હતું. ત્યારબાદ સાત મહિના પછી અમેરિકી સેના સાથે અથડામણ થઇ ત્યારે પોતે ઊગરી શકે એમ નથી એવું લાગતાં  બગદાદીએ પોતાની જાતને ગોળી મારીને ઠાર કરી હતી.

બગદાદી ખતમ થતાં ISIS સ્તબ્ધ થઇ ગયું હતું 

ફેારેન અફેર્સ મેગેઝિને વધુમાં જણાવ્યા મુજબ અમેરિકાના કાઉન્ટર-ટેરરીઝમ સેન્ટરના વડા રસેલ ટ્રેકર્સે અમેરિકી કોંગ્રેસને એવી માહિતી આપી હતી કે છેલ્લા એક વર્ષમાં ISISએ ઘણા આતંકવાદી હુમલા કર્યા હતા જે ખૂબજ ચોક્સાઇ ભરેલા આયોજન દ્વારા અને વિવિધ જૂથોના સંગઠિત હુમલા જેવા હતા.

કેટલાંક સ્થળે ISIS ખૂબ મજબૂત બન્યું હતું. એના વડા બગદાદીને અમેરિકી લશ્કરે ખતમ કર્યો હતો. ત્યારબાદ ISIS ખતમ થઇ જવાની ધારણા હતી પરંતુ એમ થયું નથી. માત્ર ISISનો મુખી બદલાયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2suZEtL
via Latest Gujarati News

Post a Comment

0 Comments