નવી દિલ્હી, તા. 19 જાન્યુઆરી 2020 રવિવાર
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, યુવાનોની રોજગારી અને ખેડૂતોના હકની લડત લડનારા હાર્દિક પટેલને ભાજપ સરકાર વારંવાર હેરાન કરી રહી છે.
હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમની માટે નોકરીઓ માગી, અનામત માગી, ખેડૂતો માટે આંદોલન કર્યુ. ભાજપ આને દેશદ્રોહ કહી રહી છે.
હાર્દિક પટેલની શનિવારે વિરમગામ પાસે હાસલપુરમાંથી ધરપકડ કરાઈ હતી. હાર્દિક પટેલની રાજદ્રોહના કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ બિન જામીન વોરન્ટ જારી કર્યુ હતુ અને 24 જાન્યુઆરીએ હાજર થવા કહ્યુ હતુ. જોકે તેના પહેલા જ ધરપકડ કરવામાં આવી.
અમદાવાદ કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ પાટીદાર અનામત સમર્થક રેલી બાદ થયેલી હિંસા મામલે દાખલ રાજદ્રોહના એક કેસમાં શનિવારે બિન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ હતુ.

શુ છે સમગ્ર કેસ?
25 ઓગસ્ટ 2015એ અમદાવાદમાં GMDC મેદાનમાં પાટીદાર અનામત સમર્થક રેલી બાદ રાજ્યભરમાં તોડફોડ અને હિંસા થઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તે જ વર્ષે ઓક્ટોબરમાં કેસ નોંધ્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં હાર્દિક અને તેમના કેટલાક સહયોગી પર હિંસા ફેલાવવા અને ચૂંટાયેલી સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJk3pM
via Latest Gujarati News
0 Comments