નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી 2020 રવિવાર
CAA અને NRCના વિરોધમાં હવે મહિલાઓ રસ્તા પર ઉતરી છે. દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી મહિલાઓ આ કાયદાનો વિરોધ કરી રહી છે. હવે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ મહિલાઓ રસ્તા પર જોવા મળી રહી છે. શનિવારે અલીગઢમાં 60-70 મહિલાઓ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.
અલીગઢ સિવિસ લાયસન્સના સર્કલ અધિકારી અનિલ સામનિયાએ FIR વિશે જાણકારી આપતા કહ્યુ કે અહીં કેટલીક મહિલાઓ કલમ 144 લાગુ હોવા છતાં પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરી રહી છે. જે બાદ આ તમામ મહિલાઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
CAA વિરૂદ્ધ શાહીન બાગ અન્ય શહેરો માટે પ્રતીક બની ગયુ છે. 30 દિવસથી વધારે સમય પસાર થઈ જવા છતાં લોકો અત્યાર સુધી ધરણા પર બેઠા છે. પ્રદર્શનમાં સૌથી આગળ મહિલાઓ છે અને સાથે બાળકોને પણ ધરણા સ્થળમાં સામેલ કરવામાં આવ્યા છે.
લખનૌના ઘંટાઘરમાં આજે પણ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ મુસ્લિમ મહિલાઓનુ પ્રદર્શન ચાલુ છે. ઘંટા ઘર પર ચાલી રહેલા પ્રદર્શનમાં પોલીસની કાર્યવાહી બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રવિવારે સવારે પોલીસે પ્રદર્શનકારી મહિલાઓ પાસેથી ખાણી-પીણીનો સામાન સહિત ધાબળા પણ જપ્ત કરી લીધા છે.
Anil Samania, Circle Officer (CO) of Aligarh Civil Lines: Some women tried to stage protest against Citizenship Amendment Act and National Population Register, which is violation of Section 144. So, an FIR has been registered against 60-70 unknown women. (18.1) pic.twitter.com/LXZEqQDGyI
— ANI UP (@ANINewsUP) January 19, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NHt2UN
via Latest Gujarati News
0 Comments