બ્રિટન: પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે છોડ્યુ રાજઘરાના, નહીં લે શાહી ઉપાધિ

બ્રિટન, તા. 19 જાન્યુઆરી 2020 રવિવાર

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે શાહી પરિવારની પદવી છોડવાનો નિર્ણય કર્યો છે. જે બાદથી તે બંને શાહી ઉપાધિ અને પબ્લિક ફંડનો પણ ઉપયોગ કરશે નહીં. શનિવારે બ્રિટનના બકિંઘમ પેસેસે આ વિશે જાણકારી આપી છે. પ્રિન્સ હેરીએ આર્થિક આત્મનિર્ભરતા માટે શાહી પરિવારની પદવી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતને બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ સમર્થન આપ્યુ હતુ. 

તાજેતરમાં જ મહારાણી એલિઝાબેથના પૌત્ર અને તેમના પત્નીએ 8 જાન્યુઆરીએ રાજઘરાના ત્યાગવાનું એલાન કર્યુ હતુ. તેમણે કહ્યુ કે તેઓ શાહી પરિવારના વરિષ્ઠ સદસ્યના પદ પરથી દૂર થઈ રહ્યા છે અને આર્થિકરીતે આત્મનિર્ભર બનવા માટે આયોજન કરી રહ્યા છે. અમે પોતાનો સમય યુનાઈટેડ કિંગડમ અને ઉત્તરી અમેરિકા વચ્ચે પસાર કરીશુ.

તેમના આ નિર્ણયથી બ્રિટનમાં હડકંપ મચી ગયો છે. બંનેના નિર્ણયે રાજમહેલમાં ચાલી રહેલા રાજકારણને પણ બેનકાબ કરી દીધો.

ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરીએ મે 2018માં અભિનેત્રી મેગન મર્કેલ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019માં તેમને એક પુત્ર પણ થયો. મેગનના જણાવ્યા અનુસાર તેઓ તેમના બાળક સાથે કેનેડામાં છે અને ત્યાં એક ચેરિટેબલ ટ્રસ્ટ ખોલશે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u9BTYC
via Latest Gujarati News

Post a Comment

0 Comments