
મુંબઇ,તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
ઇમરાન હાશ્મી હાલ આનંદ પંડિતની અમિતાભ બચ્ચન સાથે 'ચહેરે'મા ંકામ કરી રહ્યો છે. આ ફિલ્મનો દિગ્દર્શન રૂમી જાફરીનું છે.ઇમરાન આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકુનના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આ વરસે રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મ ઉપરાંતઇમરાન સંજય ગુપ્તાની 'મુંબઇ સાગા'માં પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત મલાયલમની એક હોરર કોમેડી ફિલ્મની હિંદી રિમેકનો પણ તે હિસ્સો બનવાનો છે.
સોશિયલ મીડિયાના પોર્ટલ અનુસાર, ઇમરાન હાશમીને એક વધુ ફિલ્મ મળી છે. શ્યામ મદીરાજુની ફિલ્મનો તે હિસ્સો બનવાનો છે. આ ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની હશે જે પોતાની ગેંગ સાથે મુંબઇની લોકલ ટ્રેનોમાં કામ કરતા એક અનાથ બાળક સાથે ફરે છે. પરંતુ વાર્તામાં વળાંક ત્યારેઆવે છે. જ્યારે તે પોતે લૂંટેલી વ્યક્તિઓમાંની એક છોકરીનો સામનો કરે છે.
આ ફિલ્મ નાના બજેટની ફિલ્મ હશે જેનું શૂટિંગ આવતા મહિના શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ સળંગ કરવાની યોજના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aihcdz
via Latest Gujarati News
0 Comments