
મુંબઇ,તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર
ભૂમિ પેડણેકર જલદી જ આગામી ફિલ્મ 'દુર્ગાવતી'નું શૂટિંગ શરૂ કરવાની છે. આ ફિલ્મ તેલુગુ હોરર થ્રિલર ફિલ્મની હિંદી રીમેક હશે. મૂળ ફિલ્મમાં 'બાહુબલી'ની અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ મુખ્ય પાત્ર ભજવ્યુ ંહતું. એક લાંચના કેસને ઉકેલતા ઉકેલતા તે એક હોરર હાઉસની મિસ્ટ્રીમાં ફસાઇજાય છે.
ભૂમિએ આ ફિલ્મ બાબત ઉત્સાહિત હોવાની સાથેસાથે દબાણમાં પણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેણે કહ્યુ ંહતુ ં કે, '' 'દુર્ગાવતી' મને એક હોરર સ્પેસમાં લઇ જશે. જે મારા માટે પડકારજનક હશે. મારા માટે આ ફિલ્મ વિશેષ છે. અત્યાર સુધી મારી કારકિર્દીમાં આવું પ્રથમ વાર થઇ રહ્યુ ંછે કે, મારા ખભા પર સંપૂર્ણ ફિલ્મની જવાબદારી છે.
અક્ષય કુમારે ગયા વરસે નવેમ્બરમાં ફિલ્મ 'દુર્ગાવતી'નું એલાન કર્યું છે. તેણે ટ્વિટર પર એક ફોટો શેરકરીને જણાવ્યુ ંહતુ ંકે 'દુર્ગાવતી'માં ભૂમિ પેડણેકર મુખ્ય પાત્ર ભજવશે.
આ ફિલ્મ માટે પહેલા એવી વાત હતી કે, ભૂમિ સાથે માધવન આ ફિલ્મમાં હશે. પરંતુ પછીથી માધવનનું સ્થાન રિતેશ દેશમુખે લીધું છે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી શરૂ થાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G5zcdf
via Latest Gujarati News
0 Comments