'કેમ છો, મિ. પ્રેસિડેન્ટ' : જિનપિંગ, આબે પછી ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનશે!


નવી દિલ્હી/વોશિંગ્ટન, તા. 18 જાન્યુઆરી, 2020, શનિવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતની સંભવિત મુલાકાત લેવાના છે. આ સમયે ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં યોજાયેલા સફળ કાર્યક્રમ 'હાઉડી મોદી' જેવા એક કાર્યક્રમનું આયોજન કરે તેવી સંભાવના છે તેમ આ આયોજન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમેરિકામાં ભારતીય મૂળના મતદારોને રિઝવવા ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે 'હાઉડી મોદી' જેવા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે અમદાવાદમાં અનૌપચારિક બેઠકોનું આયોજન કર્યું હતું. આ બંને બેઠકો સફળ રહી હતી. હવે આ દિશામાં વધુ એક દેશના પ્રમુખ અમદાવાદના મહેમાન બને તેવી સંભાવનાઓ ઊજળી બની છે.

ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા અત્યંત લોકપ્રિય હાઉડી કાર્યક્રમની સફળતા પછી ટ્રમ્પ પણ ભાજપના ગઢ ગુજરાતમાં આવા એક કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ફેબુ્રઆરી મહિનામાં ભારતના ત્રણ દિવસના સૂચિત પ્રવાસમાં આ પ્રકારના કાર્યક્રમના આયોજનની સંભાવના છે. આ કાર્યક્રમનું નામ 'કેમ છો, મિ. પ્રેસિડેન્ટ' હોઈ શકે છે. જોકે, ટ્રમ્પની ભારત મુલાકાતની તારીખો હજી નક્કી થઈ નથી. 

ભારતમાં અમેરિકન પ્રમુખના કાર્યક્રમની તૈયારી કરી રહેલા અિધકારીઓના જણાવ્યા મુજબ પ્રમુખ ટ્રમ્પ ત્રણ દિવસના ભારત પ્રવાસ સમયે દિલ્હી સિવાય અન્ય કોઈ શહેરનો પ્રવાસ કરશે. આ શહેર અમદાવાદ હોવાની સંભાવનાઓ છે. આ કાર્યક્રમના આયોજકો મુજબ કાર્યક્રમમાં ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદી પણ જોડાઈ શકે છે. 

કેટલાક અહેવાલો મુજબ હ્યુસ્ટનના 'હાઉડી મોદી'ની જેમ 'હાઉડી ટ્રમ્પ' કાર્યક્રમમાં ગુજરાતી મૂળના અમેરિકન નાગરિકો પણ ભાગ લેશે. અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકનો ખાસ કરીને ગુજરાતીઓ એક મહત્વની વોટ બેન્ક છે. 

અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ભારતીયોના મતોનું મહત્વ એ બાબત પરથી સમજી શકાય છે કે ઇંગ્લેન્ડમાં તાજેતરમાં યોજાયેલી વડાપ્રધાનપદની ચૂંટણીમાં લેબરમાંથી કન્ઝર્વેટીવ તરફ મત પરિવર્તનમાં ભારતીય મૂળના લોકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  

આ કાર્યક્રમ સિવાય ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટૂંકાગાળાના વ્યાપારિક સોદા અંગે પણ સમજૂતી થવાની શક્યતા છે. આ સમજૂતી હેઠળ અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં ઉતરવાની તક મળશે. બીજીબાજુ તેના બદલામાં અમેરિકા ફરીથી ભારતને તેના દેશમાં વેપાર કરવાની એ છૂટ આપશે, જેના પર ગયા વર્ષે ટ્રમ્પ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો.

વધુમાં ટ્રમ્પ અને મોદી લાંબાગાળાના વ્યાપાર સોદા પર પણ ચર્ચા કરશે તેમ મનાય છે, જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો સમાવેશ થઈ શકે છે. વ્યાપારિક સોદા અંગે અન્ય એક અિધકારીએ કહ્યું કે આ મુદ્દે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને તે એક મહિના આૃથવા 45 દિવસમાં પૂરી થવાની સંભાવના છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RaoIjb
via Latest Gujarati News

Post a Comment

0 Comments