પુરાવાના અભાવે અનુ મલિક પરનો જાતીય શોષણનો કેસ બંધ


મુંબઇ, તા. 19 જાન્યુઆરી 2020, રવિવાર

છેલ્લા થોડા સમયથી જાતીય શોષણના આરોપના કેસમાં ફસાયેલા અનુ મલિકને હવે રાહત મળી ગઇ છે. નેશનલ કમિશન ફોર વુમનએ અનુ મલિકને લેટર આપીને રાહત આપી છે.  થોડા વરસો પહેલા સેક્સયુઅલ હેરેસમેન્ટ કેસમાં ફસાયેલા અનુ મલિકને આ મામલે રાહત મળ્યાના સમાચાર છે.

જાતીય શોષણના આરોપને કારણે અનુ મલિકને ટચૂકડા પડદા પરના એક રિયાલિટી શોના નિર્ણાયક તરીકે પણ દૂર કરવામાં આવ્યો હતો.  સિંગર સોના મહાપાત્રા, શ્વેતા પંડિત, નેહા ભસીન, કૈરાલિસા મોન્ટેરો અને ઇન્ડિયન આઇડોલની ભુતપૂર્વ પ્રોડયુસર ડેનિકા ડિસોઝાએ અનુ મલિક પર જાતીય શોષણનો આરોપ મુક્યો હતો. હવે કહેવાય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગને પુરતા પુરાવા ન મળતા આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TE0xLx
via Latest Gujarati News

Post a Comment

0 Comments