
મુંબઇ,તા. 19 જાન્યુઆરી 2020, રવિવાર
દીપિકા પદુકોણની જેએનયુ વીઝિટના છાંટા ફક્ત તેની ફિલ્મ 'છપાક' સુધી જ નહીં પરંતુ તેની કારકિર્દી, તેના એન્ડોર્સમેન્ટ તેમજ બોલીવૂડના માંધાતાસુધી ઉડયા છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં તેણે ઘણી સફળતા મેળવી હતી. ૨૦૧૯માં તો તે પ્રથમ ૧૦૦ની યાદીમાં પણ સમાવેશ મેળવી શકી હતી. પરંતુ જેએનયુની વીઝિટ પછી લોકો તેનો બોયકોટ કરી રહ્યા છે.
બોલીવૂડના માંધાતાઓ તેમજ બ્રાન્ડ કંપનીઓ કલાકારોને સાઇન કરવાનું બંધ નહીં કરે, પરંતુ કરાર સાઇન કરાવતી વખતે એક નની કલમ ચોક્કસ ઉમેરશે. આ ફક્ત દીપિકા માટે જ નહીં પરંતુ દરેક સેલિબ્રિટીઓને લાગુ પડશે. બોલીવૂડના નિર્માતાઓ તેમજ બ્રાન્ડ કંપનીઓ સેલિબ્રિટિઓની નૈતિક અથવા વર્તણૂક પર કોઇ જોખમ લેવા માંગતી નથી.સેલિબ્રિટીઓએ નૈતિક અથવા 'વર્તન'ના ક્લોઝને સખત રીતે અનુસરવો પડશે.
સેલિબ્રિટી સાથે કરવામાં આવેલા કોન્ટ્ર્ેકટમાં ' નૈતિક અથવા વર્તન' સંબંધી એક શરત હોય છે. આ શરત મુજબ નાણાનું રોકાણ કરનારી બ્રાન્ડ અથવા ફિલ્મ સ્ટુડિયો માટે કોઇ વિવાદ ઊભો થાય તેવી વાંધાજનક વર્તણૂક સેલિબ્રિટિ નહીં કરે.
તેમ છતાં સેલિબ્રિટિથી આવું કોઇ વર્તન થાય તો આ શરત મુજબ કોન્ટ્રેકટ રદ કરવાનું જોખમ રહે છે જ. કરારના ઉલ્લંઘન થાય તો સેલિબ્રિટીએ વળતરના નાણાં પાછા આપવા પડશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aslKOA
via Latest Gujarati News
0 Comments