સાઉદી પ્રિન્સે વોટ્સએપમાં જેફ બેઝોસને સ્પાયવેર મોકલ્યો હોવાની શક્યતા


વૉશિંગ્ટન, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

એમેઝોનના સીઈઓ જેફ બેઝોસનો ફોન હેક થયા મુદ્દે ભારે વિવાદ ખડો થયો હતો. ફોન હેકિંગનો આરોપ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઉપર મૂકવામાં આવ્યો હતો. વોટ્સએપ મેસેજ મોકલીને સાઉદી ક્રાઉન પ્રિન્સે જેફ બેઝોસને સ્પાઈવેર મોકલ્યો હોવાનો ધડાકો થયો હતો.

ડિજિટલ ફોરેન્સિલ એનાલિસિસના દાવા પ્રમાણે સાઉદી પ્રિન્સે 2018માં  જેફ બેઝોસને વોટ્સએપમાં એક મેસેજ મોકલ્યો હતો. એ મેસેજના માધ્યથી જ સાઉદી પ્રિન્સે સ્પાઈવેર મોકલ્યો હતો. સ્પાઈવેર એટલે એવો હિડન સોફ્ટવેર કે જેની મદદથી જેફ બેઝોસના ફોનનો ડેટા મેળવવામાં આવી રહ્યો હતો. 2019ની શરૂઆતથી જ બેઝોસના ફોનનો ડેટા ચોરી કરાતો હોવાનો દાવો થયો હતો.

યુએનના હ્મુમન રાઈટ્સ અિધકારીઓ સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. યુએને કહ્યું હતું કે સાઉદી પ્રિન્સ હંમેશા તેમના વિરોધીઓના નિશાના ઉપર ચડી રહ્યા છે. તેમના ઉપર સંગીન આરોપ લાગી રહ્યા છે ત્યારે તપાસ થવી જોઈએ.

દરમિયાન સાઉદી સરકારે આ તમામ આરોપો નકાર્યા હતા. સાઉદી સરકારના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ થયું હતું કે અત્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ ઉપર જે આરોપો લગાવવામાં આવે છે, તે સદંતર આધાર પુરાવા વગરના છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38vF0Zu
via Latest Gujarati News

Post a Comment

0 Comments