
મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
૨૦૧૯માં અક્ષય કુમારે સફળતાનો એક નવો ઇતિહાસ રચ્યો છે. તેની ચાર ફિલ્મો હિટ થઇ છે, અને સાથેસાથે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં અક્ષય કુમાર એક માત્ર બોલીવૂડનો એકટર બન્યો છે જેણે ૨૦૧૯માં રૂપિયા ૧૦૦૦ કરોડથી પણ વધુ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકસન કર્યું છે. જ્યારે બીજા સ્થાને હૃતિક રોશન અને ત્રીજા સ્થાને સલમાન ખાન રહ્યો છે.
૨૦૧૯માં અક્ષયની ચાર ફિલ્મો રિલીઝ થઇ હતી. આ બધી જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. તેના વર્લ્ડ વાઇડ ગ્રસ કલેકશનની વાત કરીએ તો ફિલ્મ 'ગુડ ન્યુઝએ' રૂપિયા ૩૦૦ કરોડનું ગ્રોસ કલેકશન કર્યું છે. ૨૭ ડિસેમ્બરે રિલીઝ થયેલીઆ ફિલ્મ ફક્ત ૧૮ દિવસોમાં જ આટલી સફળતા મેળવી લીધી હતી.
આ પહેલા ૨૦૧૯માં અક્ષયની પહેલી રિલીઝ 'કેસરી હતી જેનું રૂપિયા ૨૦૭.૦૯ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન હતું, ફિલ્મ હાઉસફુલ ૪'નું ૨૮૦. ૨૭ કરોડ જ્યારે 'મિશન મંગલ'નું ૨૯૦.૫૯ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. આ સઘળા મળીને વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન રૂપિયા ૧૦૭૬.૩૪ કરોડ થાય છે.
જ્યારે બીજા સ્થાને હૃતિક રોશન આવે છે. તેની બે ફિલ્મોન્ૃ 'વોર અને સુપર ૩૦નું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન મળીને રૂપિયા ૬૮૩.૭૨ કરોડ રૂપિયા થયું છે. તેની કારકિર્દી માટે પણ ૨૦૧૯નું વરસ સફળ રહ્યું છે.
ત્રીજા સ્થાન પર સલમાન ખાન છે. જની બે ફિલ્મોેનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેકશન ૫૩૮. ૪૫ કરોડ રૂપિયા રહ્યું છે. તેની 'ભારત અને દબંગ ૩ એમ બે ફિલ્મોની આટલી કમાણી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FZ9I0S
via Latest Gujarati News
0 Comments