
મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
દીપિકા પદુકોણની બહુ ચર્ચિત ફિલ્મ 'છપાક' ક્રિટિક્સ અને ઓડિયન્સના પોઝિટિવ રીવ્યુ આવ્યા છતાં આ ફિલ્મના સાતમા દિવસના કલેકશનના આંકડા કમર્શિયલ ફ્લોપ થવા તરફ ઇશારો કરી રહ્યા છે.
દીપિકા ની ફિલ્મ 'છપાક' અંતે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના એસિડ એટક સર્વાઇવર લ૭્મી અગ્રવાલ પર આધારિત હતી. પરંતુ દીપિકાના જેએનયુની વિઝીટ બાદ 'છપાક' પોલિટિકલ મુદ્દો બની ગઇ હતી. લોકોએ ' છપાક'ને બોટકોટ કરવાની માંગણી કરી હતી હવે આ ફિલ્મના બોક્સ ઓફિસના કલેકશનના આંકડા જોઇને સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મનો બિઝનેસ નબળો રહ્યો છે.
સાત દિવસના આ ફિલ્મના કલેકશનના આંકડા ફિલ્મ ફ્લોપ થવા તરફ ઇશારો કરે છે. સાત દિવસના અંતે આ ફિલ્મ ગુરૂવારે ં ફક્ત રૂપિયા ૧.૮૫ કરોડનો બિઝનેસ કર્યો છે. જે દીપિકા જેવી અભિનેત્રી માટે બહ ુ ઓછો કહેવાય. કુલ સાત દિવસના આંકડા જોઇએ તો આ ફિલ્મે રૂપિયા ૨૩. ૩૮ કરોડ બોક્સ ઓફિસ કલેકશન કર્યું છે.
'છપાક'નું બજેટ રૂપિયા ૩૫ થી ૪૦ કરોડ જેટલું કહેવાઇ રહ્યું છે. પહેલા બે-ત્રણ દિવસ સુધી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન જોતા ફિલ્મ અઠવાડિયામાં પોતાનું રોકાણ કાઢી લેશે તેમ લાગતું હતું. પરંતુ એમ થયું નથી. ફિલ્મ વીકડેઝ પર રૂપિયા ૧ કરોડ થી લઇ ૨. ૫ કરોડ સુધીની જ કમાણી કરી શકી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30uZTRO
via Latest Gujarati News
0 Comments