
મુંબઇ,તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
શાહરૂખ ખાનની ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો'ની નિષ્ફલતા પછી તેણે એક પણ ફિલ્મ સાઇન કરી નથી. પરંતુ હવે લાગે છે કે, અભિનેતા જલદી જ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરવાનો છે. કહેવાય છે કે, શાહરૂખે સ્ક્રિપ્ટ લોક કરી દીધી છે અને આવતા બે મહિનામાં જ સત્તાવાર રીતે ફિલ્મની ઘોષણા કરશે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ રાજકુમાર હિરાણી સાથે હશે. તેણે સ્ક્રિપ્ટ સાંભળી છે અને પસંદ પડતાં લોક કરી દીધી છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થાય તેવી શક્યતા છે.
અફવાઓન ા અનુસાર શાહરૂખે એક વરસમાં કેટલાય નિર્માતા અન ે દિગ્દર્શકો સાથે મુલાકાત કરી છે. એમાંથી તેને ફક્ત ત્રણ સ્ક્રિપ્ટ પસંદ પડી છે. આ દિગ્દર્શકોમાં સાઉથના ફિલ્મસર્જક એટલી, રાજકુમાર હિરાણી અને અલી અબ્બાસ જફરના નામ બોલાઇ રહ્યા છે. કહેવાય છે કે, કિંગ ખાનને હિરાનીની ફિલ્મમાં વધુ રસ પડયો છે.
શાહરૂખ આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ આ વરસના અંતમા અથવા તો ૨૦૨૧માં રિલીઝ થાય તેવી શક્યતા છે.
રાજ કુમાર હિરાણી અને શાહરૂખ કેટલાય સમયથી સાથે કામ કરવા ઇચ્છતા હતા. પરંતુ વાત બનતી નહોતી. હિરાણીએ ફિલ્મ ' મુન્નાભાઇ, થ્રી ઇડિયટસ માટે શાહરૂખનો સંપર્ક કર્યો હતો. પરંતુ તારીખોની સમસ્યાને કારણે આ તે આ ફિલ્મોનો હિસ્સો બની શક્યો નહોતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NAHfD5
via Latest Gujarati News
0 Comments