
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
નિર્ભયાના ગેંગ રેપ અને હત્યાના અપરાધીઓને હવે 22મીએ નહીં પણ પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવામાં આવશે. આ મામલે એક નવુ ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક અપરાધીની દયા અરજીને ફગાવી દીધી તેના કલાકો બાદ દિલ્હીની કોર્ટે આ નવુ ડેથ વોરંટ જારી કરી દીધુ છે તેથી હવે પહેલી ફેબુ્રઆરીએ જ આ ચારેય અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવશે.
આ પહેલા 22મીએ જ ફાંસીએ લટકાવવાના હતા જોકે દિલ્હી સરકારે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું હતું કે ચારમાંથી જો કોઇ એક અપરાધીની પણ દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ હોય તો આવા કેસમાં કોઇને પણ ફાંસીએ ન લટકાવી શકાય.
હવે દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે તેથી નીચલી કોર્ટ દ્વારા નવુ ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને પહેલી ફેબુ્રઆરીએ સવારે છ કલાકે ચારેય અપરાધીઓને લટકાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ફાંસીથી બચવા માટે કોઇ પણ અપરાધી પાસે દયા અરજી અંતિમ ઉપાય હોય છે, જોકે ચાર પૈકી એક અપરાધીએ દયા અરજી કરી હતી જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આ દયા અરજી ફગાવી દેવાથી હવે અપરાધીને ફાંસીએથી કોઇ કાયદો નહીં બચાવી શકે.
આ પહેલા અપરાધી વિનયે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી જેને પહેલાથી જ રદ કરી દેવામાં આવી છે. જોકે વિનય પાસે હજુ પણ દયા અરજીનો રસ્તો બચ્યો છે. જ્યારે અન્ય બે અપરાધીઓ અક્ષય અને પવને ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી બેમાંથી એક પણનો ઉપયોગ નથી કર્યો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દયા અરજી ફગાવી દીધી તે બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને આરપીએનસિંહે દોષીયોને વહેલી તકે સજા આપવાનું કહ્યું છે. જ્યારે નિર્ભયાની માતાએ કહ્યું હતું કે મારી પુત્રીના હત્યારાઓને અપાનારી ફાંસી ઉપર રાજનીતી ન કરવી જોઇએ.
આ પહેલા સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે નિર્ભયાના અપરાધીઓ જે જેલમાં બંધ છે તે દિલ્હી સરકાર હેઠળ આવે છે અને આવી સિૃથતિમાં સરકારે વહેલી તકે નિર્ભયાના અપરાધીઓને ફાંસી અપાય તેવા પ્રયાસ કરવા જોઇએ પણ તેમ નથી થઇ રહ્યું જ્યારે કેજરીવાલ સરકારે કહ્યું હતું કે અમે ફાંસી આપવાની બધી જ તૈયારી કરી લીધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38mfoyp
via Latest Gujarati News
0 Comments