
નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આવેલા તારકટોરા સ્ટેડિયમમાં પરિક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તેઓએ પરીક્ષા પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં વિદ્યાર્થીઓ, શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તાણ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય અને કેવા કેવા ઉપાયોથી પરીક્ષા આપવામાં મદદ મળી રહે તે અંગે ચર્ચા કરી હતી.
મોદીએ આ ચર્ચામાં દરેક ઘરમાં ટેક્નોલોજી ફ્રી રૂમનું સુત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે તમારા ઘરમાં એક રૂમ એવો હોવો જોઇએ કે જે ટેક્નોલોજી ફ્રી હોય. સાથે તેમણે વિદ્યાર્થીઓને નિરાશ ન થવાની પણ સલાહ આપી હતી, તેમણે કહ્યું હતું કે જિવનમાં એવો પણ સમય આવતો હોય છે કે જેમાં ઇચ્છો તેવંુ પરીણામ ન પણ આવે. જોકે આવા સમયે નિરાશ નહીં થવાનું અને આગળ વધતુ રહેવું જોઇએ.
મોદીએ વિદ્યાર્થીઓને નિરાશા સમયે બહાર આવવા માટે કેટલાક ઉદાહરણો પણ આપ્યા હતા જેમાં તેમણે ચંદ્રયાન-2, ક્રિકેટ જેવા વિદ્યાર્થીઓને સમજાય તેવા ઉદાહરણો પણ આપ્યા હતા. મોદીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ના નહોતી પાડી પણ સાથે એવી અપીલ કરી હતી કે કોઇ પણ વ્યક્તિએ ટેક્નોલોજીનો ગૂલામ પણ ન થવુ જોઇએ.
મોદીએ કહ્યું હતું કે આપણે ટેક્નોલોજીને પોતાની કાબુમાં કરવાનું શીખી જવુ જોઇએ અને તેટલી ક્ષમતા તો આપણામાં હોવી જ જોઇએ કે જેથી આપણે ટેક્નોલોજીના ગૂલામ ન બની જઇએ. જીવનમાં જ્યારે ટુક સમય માટે ઉતાર ચડાવ આવે તો તેનો મતલબ એ નથી થતો કે આપણે આગળ વધવાના પ્રયાસો મુકી દેવા જોઇએ.
જીવનમાં તમારૂં જે લક્ષ્ય છે તેનાથી દુર ન થવું તેવી સલાહ પણ મોદીએ આપી હતી. મોદીએ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની 2001ની ટેસ્ટ સીરીઝ યાદ કરવા કહ્યું હતું અને જણાવ્યું હતું કે તે સમયે જ્યારે આપણી ટીમ હારી રહી હતી ત્યારે આપણા ખેલાડીઓ રાહુલ દ્રવીડ અને વીવીએસ લક્ષ્મણે હાર નહોતી માની અને સમગ્ર રમતને જ પલટી નાખી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38wo6u5
via Latest Gujarati News
0 Comments