ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોનો ગગનયાન પ્રોજેકટ શું છે ?


નવા વર્ષ ૨૦૨૦નો આરંભ થવાની સાથે જ ગગનયાનની તૈયારીઓ પણ શરુ થઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ના ચીફ કે સિવને જણાવ્યું કે ૨૦૨૦ના વર્ષમાં ગગનયાન અને ચંદ્રયાન-૩ ખાસ પ્રોજેકટ હશે ગગનયાન મિશન માટે ૪ અવકાશયાત્રીઓની પસંદગી થઇ ગઇ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તેમની તાલીમ શરુ થશે. ગગનયાન માટે એક નેશનલ એડવાઇઝરી કમિટીની પણ રચના કરવામાં આવી છે.

ગગનયાનએ ઇસરોનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ છે જેમાં ૨૦૨૨ સુધી ચંદ્ર પર માનવ મોકલવામાં આવશે. અમેરિકાના અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોગ, બઝ આલ્ડ્રીન અને માઇકલ કોલિન્સ 16 જુલાઇ ૧૯૬૯ના રોજ ચંદ્રની યાત્રા પર ગયા હતા. મિશન એપોલો-૧૧ અંર્તગત કમાંડર નિલ આર્મસ્ટ્રોગ ચંદ્રની સપાટી પર પગ મુકનારા પ્રથમ માનવી બન્યા હતા. મિશન -એપોલો -૧૧ ના થોડાક વર્ષો પછી અમેરિકાના ચંદ્ર અભિયાનો અચાનક અટકી ગયા હતા. આજ સુધી અમેરિકા સિવાય કોઇ પણ દેશ પોતાના એસ્ટ્રોનટને ચંદ્ર પર ઉતારી શકયો નથી.


 ભારતના ગગનયાનમાં અનમેન્ડ એટલે કે માનવ રહિત અને માનવસહિત બંને પ્રકારના યાન ૨૦૨૨ સુધીમાં અંતરિક્ષમાં મોકલવાનો સમાવેશ થાય છે. ઇસરો ને 6 વર્ષ પહેલા પ્રથમ પ્રયત્નમાં જ ચંદ્ર પર યાન મોકલવામાં સફળતા મેળવી હતી. ગત વર્ષ ચંદ્રયાન -૨ અંર્તગત બીજી વાર યાન મોકલીને ભારતે તેની સ્પેસ રિસર્ચ ક્ષમતાનો દુનિયાને પરીચય આપ્યો હતો. 

ઇસરોના હ્યુમનન સ્પેસ ફલાઇટ સેન્ટરે ૨૦૨૨ સુધીમાં ભારતના અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ કરી રહયું છે. સમાનવ ગગનયાન માટે ૧૦ હજાર કરોડ રુપિયાનો ખર્ચ થવાની શકયતા છે. ભારતના રાકેશ શર્મા ૨  એપ્રિલ ૧૯૮૪ના રોજ અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા  પરંતુ તે રશિયાના સ્પેસ કાર્યક્રમ હતો જયારે ગગનયાનએ ભારતનું પોતાનું સ્પેસ મિશન છે. જો કે ગગનયાનને સફળ બનાવવા માટે રશિયાની લોંચ સર્વિસ ગ્લાવકોસમોસની મદદ મળવાની છે. રશિયા સ્પેસ સાયન્સ રિસર્ચ અને ટેકનિકમાં ઘણું આગળ છે. ૧૯૬૦ના દાયકામાં સોવિયત સંઘ રશિયા અને અમેરિકા વચ્ચેના કોલ્ડ વૉર દરમિયાન રશિયાના યૂરી ગાગારિન ૧૯૬૧માં અંતરિક્ષમાં જનારા વિશ્વના પ્રથમ માનવી બન્યા હતા.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sEbm5a
via Latest Gujarati News

Post a Comment

0 Comments