
મુંબઇ,1 જાન્યુઆરી 2020 બુધવાર
મની લોન્ડરિંગ (કાળા નાણા ધોળા કરવા) સંબંધી કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે વિજય માલ્યાની સંપત્તિને લીલામ કરવાની સંબંધીત બેન્કોને પરવાનગી આપી દીધી છે. માલ્યાની જપ્ત થયેલી સંપત્તિ માટે આ પરવાનગી અપાઈ છે. બિઝનેસમેન વિજય માલ્યા પર બેન્કોના સમૂહ સાથે રૂ. ૧૧ હજાર કરોડની લોન નહીં ચૂકવવાનો આરોપ છે અને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે એમ પણ જણાવ્યું છે કે ૧૮ જાન્યુઆરી સુધી આ ચુકાદા પર કોઈ સ્ટે આપ્યો છે જેથી અસરગ્રસ્ત પક્ષકારો અપીલમાં જઈ શકે છે. જપ્ત કરાયેલી જે સંપત્તિની ચર્ચા થઈ રહી છે તેમાં શેર અને અન્ય ચીજવસ્તુનો પણ સમાવેશ થાય છે.
ગત વર્ષે ફેબુ્રઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને સંપત્તિની નીલામી સામે કોઈ વાંધો નથી. જે બેન્કોની લોન બાકી છે તેમાં બેન્ક ઓફ ઈન્ડિયા મુખ્ય છે. આ બેન્ક માલ્યા પાસેથી રૂ. ૬,૨૦૦ કરોડની વસૂલી કરવાની તૈૈયારીમાં છે. ઈડીએ કોર્ટનેે જણાવ્યું છે કે તેઓ બેેન્કોને એ વાતની ગેરેન્ટી લેવા જણાવે છે અગર કેસમાં માલ્યાની જીત થાય તો આ બધા પૈસા કોર્ટ અથવા ઈડીને પાછા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે માલ્યાએમાર્ચ ૨૦૧૬માં ભારત છોડી દીધું હતું ત્યારથી બ્રિટનમાં છે.
વિજય માલ્યા પર બેન્ક સાથે છેતરપિંડી કરવાનો અને કાળા નાણા ધોળા કરવાનો આરોપ છે. હાલ બ્રિટનની હાઈ કોર્ટે તેને જામીન આપ્યા છે. ગયા વર્ષે પીએમએલએ કોર્ટે વિજય માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કર્યો હતો. પીએમએલએ એક્ટ અનુસાર કેટલાંક કેસોમાં ટ્રાયલ દરમ્યાન પણ પ્રોપ્રટીનો અધિકાર પાછો આપી શકાય છે. બેન્કેમાલ્યાને જે પૈસા લોનના સ્વરૂપે આપ્યા છે એ રૂ. ૬,૨૦૧.૫૫ કરોડ છે. બેન્કને ૨૦૧૩થી ૧૧.૫ ટકા વ્યાજ સાથે વસૂલવાના રહેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rLAUNg
via Latest Gujarati News
0 Comments