નિર્ભયા કેસ : ડેથ વોરંટ જાહેર થતાં વિનય શર્માની સુપ્રીમમાં ક્યુરેટિવ પિટિશન


નિર્ભયાના ગુનેગારોને બે જલ્લાદ ફાંસી પર લટકાવશે 

નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

નિર્ભયાના કેસમાં દિલ્હીની પટિયાલા અદાલતે ડેથ વોરંટ જાહેર કર્યાના થોડાક દિવસ પછી ચારમાંથી એક ગૂનેગાર વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે. અરજીમાં 22મી જાન્યુઆરીએ અપાનારી ફાંસી પર સ્ટે મુકવાની પણ માગ કરાઈ છે.

આથી, આ કેસ ફરી એક વખત કાયદાની ગૂંચમાં ગુંચવાય તેવી આશંકા સર્જાઈ છે. જોકે, હજી સુધી સુપ્રીમ કોર્ટની પરંપરા એ છે કે તેમાં રેરેસ્ટ ઓફ રેર કેસમાં જ ટોચની અદાલતે ક્યુરેટિવ પિટિશનમાં તેનો ચૂકાદો પલટયો છે. એવામાં 22મીએ દોષિતોની ફાંસી નિશ્ચિત મનાય છે.

નિર્ભયાના ગૂનેગારો માટે ક્યુરેટિવ પિટિશન અંતિમ ઉપાય છે. દિલ્હીની પટિયાલા કોર્ટે 7મી જાન્યુઆરીએ નિર્ભયા કેસના ચારેય ગૂનેગારો મુકેશ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધું હતું. 

આ ચારેય ગૂનેગારોને 22મી જાન્યુઆરીએ સવારે 7.00 વાગ્યે એક સાથે તિહારની જેલ નં.-3માં એક સાથે ફાંસી પર લટકાવાશે. તેના માટે ઉત્તર પ્રદેશના જેલ વિભાગ તરફથી તિહાર જેલમાં જલ્લાદ મોકલવા માટે સંમતી આપી દેવાઈ છે. તિહાર જેલે ઉત્તર પ્રદેશમાંથી બે જલ્લાદ માંગ્યા છે. 

તેની ક્યુરેટિવ પિટિશનમાં વિનયે જણાવ્યું હતું કે તેની કિશોરાવસૃથાની દલીલને નકારી કાઢવામાં આવી હતી. ન્યાય આપતી વખતે અરજદારના સામાજિક-આિર્થક સંજોગો, બીમાર માતા-પિતા સહિત પરિવારના તેના પર નિર્ભર સભ્યો, જેલમાં સારા વ્યવહારને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી તેમ અરજીમા ંજણાવાયું હતું.

અરજીમાં વધુમાં જણાવાયું હતુું કે તેના અને અન્યો વિરૂદ્ધ કોર્ટે આપેલા ચૂકાદા પર 'સામાજિક દબાણ' અને 'જાહેર મંતવ્ય' જેવા પરીબળોએ વધુ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગૂનેગારોની ક્યુરેટિવ પિટિશન મંજૂર થવાની સંભાવનાઓ બહુ ઓછી છે. 

સુપ્રીમ કોર્ટમાં રેરેસ્ટ ઓફ રેર કિસ્સામાં જ ક્યુરેટિવ પિટિશન વખતે સુપ્રીમ કોર્ટ તેનો ચૂકાદો બદલે છે. ક્યુરેટિવ પિટિશન ઉપરાંત ગૂનેગારો માટે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાનો વિકલ્પ ખૂલ્લો છે. આ કેસના ગૂનેગારોમાંથી એક અક્ષય ઠાકુરે અગાઉ કરેલી રીવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

 રીવ્યુ પિટિશન ફગાવતી વખતે સુપ્રીમે કહ્યું હતું કે આ કેસમાં દોષિતોના વકીલને પૂરી તક અપાઈ હતી, પરંતુ તેઓ કોઈ નવી વાત કરી રહ્યા નથી. દરમિયાન નિર્ભયા સામુહિક દુષ્કર્મના ચારેય ગૂનેગારોને ફાંસી પર લટકાવવા માટે તિહારના જેલ તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માનવામાં આવે છે કે દોષિતોને ફાંસી પર લટાવવા માટે એક જલ્લાદ મેરઠના પવન હશે, જ્યારે બીજા અંગે હજી નિર્યણ બાકી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30b75CK
via Latest Gujarati News

Post a Comment

0 Comments