મારે બાળાસાહેબનો વારસો સાચવવો છે: રાજ ઠાકરે

મુંબઇ તા.27 જાન્યુઆરી 2020 સોમવાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે મારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો વારસો જાળવી રાખવો છે.

મનસેના નવા ધ્વજનું લોકાર્પણ કરતાં રાજે કહ્યું કે મારે હિન્દુત્વના વિચારો સાથે કોઇ બાંધછોડ કરવી નથી. મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં એનએસઇ ગ્રાઉન્ડમાં પોતાના ટેકેદારોને સંબોધતાં રાજે બાળાસાહેબની 94મી જન્મજયંતી ભારે ધામધૂમથી મનાવી હતી. 

મંચ પર છત્રપતિ શિવાજી, રાજના દાદા પ્રબોધનકાર ઠાકરે, વીર સાવરકર અને સાવિત્રીબાઇ ફૂલેની તસવીરો હતી. પોતે કટ્ટર હિન્દુવાદી બની રહ્યા હોવાના સંકેત રાજે આપ્યા હતા.

દરમિયાન, થાણેમાં એક પોસ્ટરમાં રાજને બાળાસાહેબ ઠાકરેની જેમ હિન્દુ હૃદય સમ્રાટ ગણાવવામાં આવતાં વિવાદ સર્જાયો હતો.

કોંગ્રેસ અને એનસીપી સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર રચવા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના વલણને નરમ કરી નાખ્યું હોવાની અફવા વચ્ચે રાજ ફરી સક્રિય થયો હતો. જો કે ઉદ્ધવના શપથવિધિ સમારોહમાં એણે હાજરી આપી હતી. 

પરંતુ હવે રાજ ફરી આક્રમક મૂડ અપ નાવી રહ્યો હોવાના અણસાર મળ્યા હતા. 23 જાન્યુઆરીથી મનસેએ નવો ધ્વજ, નવું પ્રતીક અને નવી વિચારધારા સાથે ફરી સક્રિય થઇ રહ્યાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30WuNTl
via Latest Gujarati News

Post a Comment

0 Comments