લોસ એન્જેલસ, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર
બાસ્કેટબોલના જાદુગર અને નેશ્નલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)ના પૂર્વ દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું છે. અકસ્માત સમયે હેલીકોપ્ટરમાં કોબી બ્રાયંટ તેમની દીકરી સહિત નવ લોકો સવાર હતા. આ તમામના મોત નીપજ્યાં છે. હેલીકોપ્ટર ક્રેશની ખાતરી કરતા લોસ એન્જલસ કાઉન્ટી શેરિફે કરતા કહ્યું કે બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટની સાથે સવાર અન્ય નવ લોકોના મોત નીપજ્યાં છે.
હેલીકોપ્ટર ક્રેશની ઘટના લોસ એન્જેલસના સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગે બની હતી. અકસ્માત સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું હોવાના જેના કારણે તેમના રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. આ સમયે વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત નીપજ્યા છે.
20 વર્ષની પોતાની કાર્કિદીમાં કોબી બ્રાયંટે બાસ્કેટબોલાના ઇતિહાસમાં અનેક કિર્તીમાન સ્થાપી ચુક્યાં છે. બ્રાયન્ટ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનની સાથે રમી ચૂક્યા છે અને સાથે જ 5 ચેમ્પિયનશીપ પણ પોતાના નામે કરી હતી. 18 વખત તેઓએ ઓવલ સ્ટાર નામિત કર્યું હતું.
2016માં પણ NBAના ત્રીજા સૌથી મોટા ઓલ ટાઈમ સ્કોરરના રૂપમાં તેઓ રિટાયર થયા હતા. કોબી બ્રાયંટે 2008 અને 2012 ઓલમ્પિકમાં યુએસએ ટીમ માટે 2 સ્વર્ણ પદક પણ જીત્યા હતા.
મૃતકોની ઓળખને લઇને લોસ એન્જલસ કાઉન્ટી શેરિફે કહ્યું કે પ્રાથમિક તપાસ પુરી ન થાય ત્યાં સુધી મૃતકોની ઓળખ કરવી ઉચિત નથી. હાલ જે માહિતી સામે આવી છે તે અનુસાર બ્રાયન્ટ એક બાસ્કેટબોલ ઇવેન્ટ માટે સિકોરસ્કી એસ-76 બી હેલીકોપ્ટરમાં જઇ રહ્યાં હતા.
હેલીકોપ્ટરમાં આગ લાવગના કારણે ક્રેશ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, હજુ તપાસ પુરી થઇ નથી અને પોલીસે હેલીકોપ્ટર ક્રેશ ક્યાં કારણોસર થયું તે જણાવ્યું નથી.
કોબી બ્રાયન્ટની મોતને પગલે બાસ્કેટબોલના ચાહકોમાં શોકની લહેર જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબમા, બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી રફાલ નડાલે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Kobe Bryant, despite being one of the truly great basketball players of all time, was just getting started in life. He loved his family so much, and had such strong passion for the future. The loss of his beautiful daughter, Gianna, makes this moment even more devastating....
— Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020
Kobe was a legend on the court and just getting started in what would have been just as meaningful a second act. To lose Gianna is even more heartbreaking to us as parents. Michelle and I send love and prayers to Vanessa and the entire Bryant family on an unthinkable day.
— Barack Obama (@BarackObama) January 26, 2020
I woke up this morning with the horrible news of the tragic death of one of the greatest sportsman in the world. Kobe Bryant, his daughter Gianna and other passengers. My condolences to his wife and families. I am in shock.
— Rafa Nadal (@RafaelNadal) January 27, 2020
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GsHuvK
via Latest Gujarati News
0 Comments