ઘરેથી ભાગી મુંબઈમાં ગુંડાગીરી કરતાં કરતાં અભિનેતા બન્યો આ હીરો...

મુંબઈ, 27 જાન્યુઆરી 2020, સોમવાર

1976 માં રિલીઝ થયેલી ફિલ્મ કાલિચરણથી પ્રખ્યાત થયેલા અભિનેતા અજિત આજે પણ સૌને યાદ છે. આ તે સમય હતો જ્યારે હિરો અને વિલન એક બરાબર રહેતા. તેવામાં ભલભલા હિરોને પણ ટક્કર આપે તેવી અજિત સાહેબની બોલવાની શૈલી એવી હતી કે લોકો તેને જોઈને 'વાહ' બોલી જતા. આજના જ દિવસે તેમનો જન્મ 1992માં થયો હતો.

હિંદી સિનેમામાં કદાચ જ કોઈ વિલન એવો હશે જે સ્વભાવનો સૌમ્ય અને પ્રભાવશાળી હોય. તેમણે તેમના દરેક પાત્રને ફિલ્મી પડદે જીવંત કર્યું હતું. અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. તે નાનપણથી જ અભિનેતા બનવા ઈચ્છતા હતા એટલા માટે જ તે ઘરેથી ભાગી મુંબઈ આવી ગયા હતા. તેમના મનમાં અભિનેતા બનવાનું જુનુન એટલું હતું કે તેણે પોતાના પુસ્તકો પણ વેંચી નાખ્યા હતા.

1940માં તેમણે પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી. તેમણે થોડા સમય માટે હીરો તરીકે કામ કર્યું પરંતુ તે ફ્લોપ સાબિત થયા, ત્યારબાદ તેમને વિલનના પાત્ર મળવા લાગ્યા અને તેમણે ફિલ્મોમાં વિલન તરીકે કામ શરૂ કરી દીધું. તેઓ વિલન તરીકે સફળ થયા અને લોકોમાં વાહવાહી પણ મેળવી. તેમની કારર્કિદીમાં તેમના કેટલાક વનલાઈન ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયા અને તેમાં મોના ડાર્લિંગ.... લિલી ડોંટ બી સિલી... અને લોયન જેવા પ્રખ્યાત ડાયલોગનો સમાવેશ થાય છે.

અજીતની ફિલ્મી કારર્કિદીની શરૂઆત સરળ ન હતી. મુંબઈ આવ્યા બાદ અજીતને શરુઆતમાં રહેવા માટે સિમેન્ટના પાઈપમાં શરણ લેવું પડ્યું હતું. તે સમયે આ પાઈમાં રહેતા લોકો પાસેથી પણ લોકલ ગુંડા હપ્તા વસુલ કરતાં હતા. એક દિવસ આ ગુંડા અજીત પાસે પણ પૈસા વસુલવા આવ્યા. અજીતએ તેને પૈસા આપવાની ના કહી અને ઝઘડો થયા બાદ અજીતએ તે ગુંડાને ખૂબ માર્યો.

બીજા જ દિવસથી અજીત પોતે પણ એક ગુંડો બની ગયો અને પરીણામે તેને ખાવા-પીવાનું પણ ફ્રીમાં મળવા લાગ્યું. તેના ડરના કારણે લોકો તેની પાસેથી કોઈપણ વસ્તુના પૈસા લેતા નહીં. અજીતએ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં નાસ્તિક, મુગલે આઝમ, નયા દૌર, મિલન જેવી ફિલ્મોનું તેમનું પાત્ર ફિલ્મ જગતમાં અમર થયા છે. 22 ઓક્ટોબર 1998ના રોજ હૈદરાબાદમાં અજીતનું અવસાન  થયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36vFjCr
via Latest Gujarati News

Post a Comment

0 Comments