મુંબઈ, 27 જાન્યુઆરી 2020, સોમવાર
બોલિવૂડમાં પહેલી ફિલ્મથી પોતાનો સિક્કો જમાવનાર અભિનેતા બોબી દેઓલનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઇમાં થયો હતો. આજે બોબી તેનો 51 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોબીએ પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં પોતાની ઓળખ તો ઊભી કરી પરંતુ તેનું સ્ટારડમ લાંબો સમય ટક્યું નહીં.
બોબી દેઓલ છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફૂલ-4માં જોવા મળ્યો હતો. બોબી દેઓલની કારર્કિદી તો અપ એન્ડ ડાઉનથી ભરેલી રહી પરંતુ તેની લવ સ્ટોરી ફિલ્મી વાર્તાની જેમ રસપ્રદ રહી છે. તો ચાલો આજે જાણીએ તેની લવ સ્ટોરી વિશે.
બોબી દેઓલની પ્રથમ મુલાકાતમાં જ તેની પત્ની તાન્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. તાન્યા લાઈમ લાઈટથી દૂર રહે છે તેથી તેમની રસપ્રદ લવ સ્ટોરી વિશે મોટાભાગના લોકો જાણતા નથી. બોબી અને તાન્યાની પહેલી મુલાકાત મુંબઈની એક ઇટાલિયન રેસ્ટોરન્ટમાં થઈ હતી.
જો કે પહેલી મુલાકાત સુધી તો તાન્યાએ બોબીને જોયો પણ ન હતો પરંતુ તાન્યાને જોઈને બોબી પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. ત્યારપછી બોબીએ શરૂ કરી તાન્યાના ફોન નંબરની શોધ. બોબીએ જાણવાની શરૂઆત કરી તે યુવતી હતી કોણ અને તેનો નંબર શું છે. જો કે સદનસીબે બોબીને આ કામમાં સફળ પણ થયો અને બોબીને તેનું નામ, સરનામું બધું જ મળી ગયું.
બોબીને ખબર પડી કે તે ફાઇનાન્સ કંપનીના મેનેજર દેવ આહૂજાની દીકરી છે. ત્યારબાદ તેણે તાન્યાના નંબર મેળવવાની પ્રક્રિયા શરૂ કરી.. બોબીને નંબર પણ મળી ગયો અને જોગાનુજોગ જ્યારે તેણે પહેલીવાર કોલ કર્યો તો ફોન રિસીવ પણ તાન્યાએ જ કર્યો.
બસ પછી શું બંનેની વાતચીત શરૂ થઈ અને ધીરે ધીરે વાતચીત અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. થોડા દિવસો પછી બંને ફરી તે જ હોટલમાં મળ્યા. રેસ્ટોરન્ટમાં પહોંચી બોબી તાન્યા સામે હાથમાં રિંગ લઈ ઘુંટણભર થઈ લગ્ન માટે પ્રપોઝ કરી. તાન્યાએ પણ આ પ્રપોઝલ સ્વીકાર્યું અને બંનેએ 1996માં બંનેએ લગ્ન કરી લીધા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36pnpBa
via Latest Gujarati News
0 Comments